હાઇકોર્ટના હુકમનો કસ્ટોડીયનશ્રીએ કરેલો અમલ
સોળ માસ પછી ફરી વ્યવસ્થાપક કમિટી બહાલ
વાંકાનેર તાલુકાની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાનો ચાર્જ બી.બી.ડાંગર (કસ્ટોડીયનશ્રી) પાસે હતો. જે આજે નામદાર હાઇકોર્ટ સમક્ષની એસ.સીએ, નં ૧૧૦૩૨/૨૦૨૨ ના કામે તા.૨૬/૦૯/૨૦૨૩ના ઓરલ ઓર્ડર અન્વયે ચાર્જ છોડીને પ્રમુખ/મંત્રી વ્ય.કમિટિ સભ્યોને મંડળીનો ચાર્જ સોંપેલ છે.
હાઇકોર્ટે અગાઉના તા.૨૬/૦૯/૨૦૨૩ના કરેલ ઓરલ ઓર્ડર અન્વયે લવાદ કેસ નંર/રરનો નો તા.૧૩/૦૬/૨૦૨૨નો ચુકાદો રદ કરેલ હોઈ કસ્ટોડીયન તરીકેનો ચાર્જ છોડવાનો થતો હતો. આ બાબતે મંડળીનાં વ્ય.કમિટીના સભ્યોએ તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ
જીલ્લા રજીસ્ટાર સ.મ.કચેરીમાં નામદાર ગુજ.હાઇકોટ ઓરલ ઓર્ડર અન્વયે નિયમ અનુસારની કાર્યવાહી કરવા કરેલ અને રજુઆત માન્ય રહેલ. નામદાર ગુજ.હાઇકોર્ટ ઓરલ ઓર્ડરના ધ્યાને લઇ સહકારી મંડળીની વ્યવસ્થાપકની તરફેણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મંડળીમાં કસ્ટોડીયન તરીકે શ્રી જીલ્લા રજી.સ.મ. મોરબીના જાવક નં,વહટ/ક-૨૪૬૩/૧૨૪૮ થી ૧૨૪૯/૨૦૨૨ , તા.૧૩/૦૬/૨૦૨૨ ના હુકમથી તા.૧૪/૦૬/૨૦૨૨ થી તા.૦૫/૧૦/૨૦૨૩ સુધી ચાર્જ સભાળેલ હતો. હાઇકોર્ટનો આ હુકમ આખરે મંડળીની વ્ય.કમિટીનો વિજય માનવામાં આવે છે.
ગૃપમાં કઈ રીતે જોડાશો?
આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?