સામા પક્ષે મામલતદારમાં રસ્તા બાબતે કરેલ અરજીનો ચુકાદો વિરુદ્ધ આવતા બનાવ બન્યાની ફરિયાદ
ટંકારા: હડમતિયાના પતિ-પત્ની પર અગાઉ લેન્ડગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી પથ્થર મારી માથું ફોડી નાખ્યાની ફરીયાદ થઇ છે.
જાણવા મળ્યા મુજબ રવાપર રોડ યોગેશ્વર સોસાયટીની બાજુમા, ભંભોળીની વાડીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ નકુમ /સતવારા(ઉ.વ-૩૩) વાળાએ ફરિયાદ કરી છે કે એમના દાદી અનસોયાબેન દમાભાઈ નકુમના નામે હડમતીયા ગામેની સીમમા સર્વે નંબર- ૨૪૫ પૈકી -૦૩ ની ૦૫ વિધા જમીન આવેલ છે. ફરિયાદી તથા હડમતીયા ગામના મનસુખભાઈ ડાયાભાઈ સીણોજીયા ખેતરમાં વાવેલ મગફળી
જોવા માટે ગયેલ હતા ત્યારે જમીનના પાડોશી ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા તથા તેમના પત્ની કાંન્તાબેન ત્યાં મોટરસાયકલ લઈને આવેલ. આ ભીખાભાઈ તથા તેમના ભાઈ વિરુધ્ધ અગાઉ લેન્ડગ્રેબીંગનીફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી ફરિયાદીને તથામનસુખભાઈને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ, ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈને ભીખાભાઈએ જમીન પરથી એક પથ્થર ઉપાડી માથામાં મારેલ. જેથી ટંકારા સરકારી દવાખાને અને પછી વધુ સારવાર માટે મોરબી રીફર કરેલ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.સામા પક્ષે ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા (ઉ.વ-૫૫) રહે- હડમતીયાવાળાએ ફરિયાદ કરી છે કે એમને હડમતીયા ગામની સીમમા સર્વે નંબર- ૨૪૫ પૈકી- ૦૧ ની સાત વિધા જમીન આવેલ છે, ફરિયાદી તથા તેમના પત્ની કાંન્તાબેન ઉર્ફે કમળાબેન વાડીએ મોટરસાયકલ લઈને નીંદવા માટે ગયેલ હતા. વાડીના પાડોશી પ્રકાશભાઈ રમેશભાઈ નકુમ તથા અમારા કૌટુંબીક ભાઈ
મનસુખભાઈ ડાયાભાઈ સીણોજીયા ઉભેલ હતા, ત્યારે પ્રકાશભાઈ કહેવા લાગેલ કે ‘તુ અહીંથી કેમ ચાલેશ?’ તેમ કહી ગાળો આપવા લાગેલ, ગાળો આપવાની ના પાડતા જપાજપી કરવા લાગેલ અને જપાજપી દરમ્યાન ફરિયાદીને આરોપીના હાથમાં રહેલ દાતરડુ ડાબી આંખની નીચેના ભાગે વાગતા છરકો પડી ગયેલ હતો. ફરિયાદીના પત્ની વચ્ચે પડી છોડાવતા આ પ્રકાશભાઈએ તેને ધક્કો મારેલ અને
જમીન પર પછાડી દિધેલ. મનસુખભાઈ ત્યાં લાકડી પડેલ હોય તેનો એક ઘા કાંન્તાબેનને જમણા પગમા મારેલ, ત્યાર બાદ ફરિયાદીના દિકરા રવિને ફોન કરતા તે આવી ગયેલ અને ૧૦૮ માં ટંકારા અને પછી મોરબી દવાખાનામાં દાખલ છે. આ બનાવ બનવાનુ કારણ એવુ છે કે મે ટંકારા મામલતદાર કોર્ટમા રસ્તા બાબતે અરજી કરેલ હોય અને તેને ચુકાદો આરોપી વિરુદ્ધ આવતા સારું નહીં લાગતા બનાવ બનેલ છે.