લજાઈ ગામે છાતીમાં દુખાવો ઉપડતા શ્રમિકનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી ટ્રક કન્ટેનર જતું હતું ત્યારે કોઈ કારણોસર તે ટ્રકનું ટાયર ફાટયુ હતું જેથી કરીને
ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી કરીને કન્ટેનર રોડ ઉપર આડુ પડ્યું હતું જેથી કરીને એક
બાજુનો રોડ બંધ થઈ ગયો હતો. અત્રે ઉલેખનીય છેકે, આ રોડ ઉપર સતત ટ્રાફિક હોય છે જો ક,એ સદનસીબે કોઈ જીવલેણ ઘટના બનેલ
નથી જો કે, વીરપર નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું. જેથી કરીને થોડી વાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યાર બાદ મોરબી રાજકોટ હાઇવેને ટ્રાફિક ક્લિયર કરીને ચાલુ કરાવ્યો હતો.
લજાઈ ગામે છાતીમાં દુખાવો ઉપડતા શ્રમિકનું મોત
ટંકારા તાલુકાના લજાઈ ગામે વિજય ઓઇલમિલમાં નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દિનેશભાઇ અર્જુનભાઇ અજનાર, ઉ.વ.૩૩નામના શ્રમિક ઓઇલમીલના રૂમની બહાર સુતા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.