કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરાપર મંડળીના મંત્રીની અરજી કોર્ટે નામંજુર કરી

સણોસરામાં માથાકુટ બાદ બન્ને પક્ષ વચ્ચે સમાધાન

રાજકોટ: અમરાપર સેવા સહકારી મંડળી લી.ના બરતરફ કરાયેલ મંત્રીએ કરેલ વચગાળાની મનાઇ હુકમ અરજીને લવાદ કોર્ટ રદ કરી હતી.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ કેસની હકીકત એવી છે કે ટંકારા તાલુકાના ગામ અમરાપર મુકામે આવેલ અમરાપર સેવા સહકારી મંડળી લી.ની વ્ય.કમીટીએ આ મંડળીના મંત્રી મોહમદઅસલમ અયુબભાઈ કડીવારને નોકરીમાંથી બરતરફ કરતા

મંડળીના મંત્રી મોહમદઅસલમ અયુબભાઈ કડીવારે અમરાપર સેવા સહકારી મંડળી લી. અને તેના પ્રમુખ વિરૂધ્ધ ફરીથી નોકરી પર લેવા અંગેનો દાવો રાજકોટની લવાદ કોર્ટ સમક્ષ મોરબી જીલ્લા લ.કે.નં.૩૮/૨૦૨૪ થી દાખલ કરેલ અને

સાથે વચગાળાની મનાઈહુકમ અરજી લાવી મંડળીના જે ઠરાવોથી નોકરીમાંથી છુટા કરેલ છે તે ઠરાવની અમલવારી અટકાવવા વચગાળાની મનાઈહુકમ અરજી ૨૭૧ લાવેલ, વચગાળાની મનાઈહુકમ અરજીના વાંધા પ્રતિવાદી અમરાપર સેવા સહકારી મંડળી લી.એ તેમના એડવોકેટ મનોહરસિંહ કે. જાડેજા મારફત રજુ કરેલ અને

કાયદા અને હકીક્ત મુજબની લવાદ કોર્ટને કર્મચારીની ભરતી અને છટણી અંગેના પ્રોસીડીંગ ચલાવવાની સતા નથી તે અંગેની મોખીક દલીલ કરેલ અને સાથે નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ રાખેલ.

આ તમામ બાબતો, લવાદ કોર્ટે ધ્યાને લઈ એવું ઠરાવેલ છે કે હાલના વાદી વિરૂધ્ધ બરતરફી અંગેની જે કાર્યવાહી કરવામાં આવેલી છે તેમાં કોઈ બિનકાયદેસરતા હોવાનુ ફલીત થતુ નથી તેમજ

મંત્રી મંડળીનો સભ્ય ન ગણાય કેમ કે તે મંડળી દ્વારા પગારદાર કર્મચારી તરીકે નિયુક્ત થયેલો હોય, વળી કર્મચારી અને મંડળી વચ્ચેની કોઈ તકરાર ઉભી થાય તો તે તકરારનો કાયદાકીય રીતે નિર્ણય કરવા ઔદ્યોગીક અદાલત સતા ધરાવતી હોય તેમ માનવાને કારણ રહે. આમ વાદીની વચગાળાની મનાઈહુકમ અરજી નામદાર કોર્ટે નામંજુર કરેલ છે. આ કામમાં પ્રતિવાદી મંડળી તરફે રાજકોટના સહકારી અને સીવીલ ક્ષેત્રના જાણીતા એડવોકેટ મનોહરસિંહ કે. જાડેજા તથા ધવલ વી. ચોવટીયા તથા અશોક જી.વાઘેલા રોકાયેલ હતા.

સણોસરામાં માથાકુટ બાદ બન્ને પક્ષ વચ્ચે સમાધાન

રાજકોટના સણોસરા ગામે માથાકુટનો મામલો બન્યો હતો. ચેતન કથીરિયા સહિતના શખ્સો દ્વારા ઇલ્યાસ નામના વ્યક્તિ પર હુમલો કરાયો હતો. અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સમાજના અગ્રણીઓની હાજરીમાં હાલ બન્ને પક્ષ વચ્ચે સમાધાન થતા પોલીસ ફરિયાદ થઈ નથી અને હાલ ગામમાં શાંતિ પૂર્ણ માહોલ હોવાનું જાણવા મળે છે.

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

Content Copying Forbidden !!

error: Content is protected !!