કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર પંથક પર કાળચક્ર ફરી વળ્યું

ચોવીસ કલાકમાં છ ના અપમૃત્યુ

જેપુરથી ખખાણા જતા યુવાનનું અક્સમાતમાં મોત

વાંકાનેર: વાંકાનેર પંથકમાં (1) રેલવે સ્ટેશને જામનગરના યુવાનનું (2) પેટના દુખાવામાં અમદાવાદની મહિલાનું (3) પગથિયાં પરથી લસી પડતા કોળી પ્રૌઢનું અને (4) દીવાનપરામાં GEBની જૂની ઓફિસ તોડતી વખતે છજું પડતા રાજેશ બાલસીંગભાઇ પરમાર નામનો 18 વર્ષનો યુવાન છજા નીચે દટાયા હતા, જેનું ઘટના સ્થળે જ મોત થયા બાદ ઘવાયેલા અન્ય શ્રમિક (5) મુનસિંગભાઈ મોહનભાઈ ડામોર નામના 45 વર્ષના પ્રૌઢનું સારવાર બાદ મોત નીપજ્યું છે.

(6) વધુમાં મળેલ માહિતી મુજબ રાજકોટની ભાગોળે આવેલ હિરાસર એરપોર્ટ પાસે કારની ઠોકરે વાંકાનેર પંથકના યુવાનનું ટુંકી સારવારમાં મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસનો સ્ટાફ ઘરના સ્થળે દોડી ગયો હતો. વધુમાં એકપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઈ.એ.કે.રાઠોડ બનાવ અંગે જણાવ્યું હતું કે વાંકાનેરના ખખાણા ગામે રહેતાં છગનભાઈ વશરામભાઈ બાવળીયા (ઉ.વ.43) ગઈકાલે પોતાનું બાઈક લઈ ચોટીલાના જેપુર ગામે પ્રસંગમાં ગયા હતો.

જયાંથી તેઓ પરત ફરી રહ્યા હતાં. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હિરાસર એરપોર્ટ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં યુવક રોડ પર ફંગોળાયા હતો. તેમને 108 મારફતે રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડયા હતાં. જયાં તેમનું મોત નિપજયું હતું. મૃતક ત્રણ ભાઈમાં નાના હતાં.પોલીસે અકસ્માત સર્જી નાસી છુટનાર અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. બનાવથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!