દીઘલિયા ગામમાં બાવાજી કુટુંબમાં બનેલી ઘટના
વાંકાનેર: તાલુકાના દીઘલિયા ગામમાં બાવાજી કુટુંબે પ્રેમી સાથે વાત કરવા બાબતે દીકરીને પતાવી દીધાની ઘટના બની છે.
આ બાબતની ફરિયાદમાં દીઘલીયામાં ફ્લોરમીલ ચલાવતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે.બાવાજી (ઉ.વ.૪૪) વાળાએ લખાવેલ છે કે તા.૨૬/૦૩/૨૦૨૩ ના સવારના પડોસમાં મહેશભાઈ રવીરામભાઈ ગોંડલીયાના ઘરે એકદમ રડવાનો અવાજ થતા તેમના ઘરે જઈ જોયુ તો એમની દીકરી રીંકલ ઠંડી પડી ગયેલ હતી તેમજ
ગળાના ભાગે નીશાન જોવામાં આવેલ હતા. જવાબ મળેલ કે હાર્ટ એટેક આવી ગયેલ હોઈ શકે. જેથી કુટુમ્બીઓને જાણ કરતા કલ્પેશભાઇ લખીરામ, શાંતીરામ જમનારામ તથા લખીરામ જમનારામ આવી ગયેલ અને ગામના સરપંચ રસુલભાઈને જાણ કરતા તેઓ પણ આવી ગયેલ
રીંકલને જોઈને હાર્ટએટેકથી મોત થયેલ તે વાતમાં શંકા હોવાનું અંદરો-અંદર જણાવી લાશને પી.એમ. માટે દવાખાને લઇ જવાનું કહેતા ફરિયાદી તથા કલ્પેશભાઈ, સુરેખાબેન, મહેશભાઈ તથા બેનાબેન મુકેશભાઈ વાંકાનેર સરકારી દવાખાને લઈ ગયેલ. જ્યાં ડોકટર સાહેબે રાજકોટ પી.એમ. કરાવવાનું કહેલ હતુ. લાશને રાજકોટ ફોરેન્સીક પી.એમ. કરાવવા ગયેલ હતા અને મોડી સાંજના પી.એમ. બાદ રીંકલની લાશની અંતીમવિધી કરેલ હતી.
ત્યારબાદ પૂછતા મહેશભાઈએ અમને કહેલ કે અમારાથી ભુલ થઈ ગયેલ છે. ગઈ તા.૨૫/૦૩/૨૦૨૪ ના મોડી રાત્રીના સુમારે સુરેખાને ખબર પડી ગયેલ કે રીંકલને ના પાડેલ હોવા છતા છુપી રીતે રાહુલ મુકેશભાઈ કાપડીયા રહે. બામણબોર તા.જી.રાજકોટ વાળા સાથે ફોનમાં વાતો કરે છે રીંકલને કહેલ કે ‘તારી સગાઇ થઇ ગયેલ છે અને તને અગાઉ પણ ના પાડેલ છે કે તુ બામણબોરના રાહુલ સાથે ફોનમાં વાત ન કરતી. તેમજ તારા અને રાહુલના પ્રેમસબંધના કારણે તારી મોટી બહેન હીરલની નણંદના રાહુલ સાથે છુટાછેડા થઇ ગયેલ હોય તેમ છતા તુ તેની સાથે પ્રેમસબંધ રાખ તો હવે તારી બહેન હીરલનું ઘર પણ નહી ચાલે.’
રીંકલે કહેલ કે ‘તમારે જે કરવું હોય તે કરો હુ રાહુલ સાથે વાત કરીશ. તમારે મને મારવી હોય તો મારી નાખો.’ સાંભળીને એકદમ ગુસ્સો આવી ગયેલ.
મોડી રાત્રીના જેથી સુરેખાએ મહેશભાઈને કહેલ કે તમે રીંકલના પગ પકડી રાખો અને હીરલને કહેલ કે તુ રીંકલના હાથ પકડી રાખ તો હીરલે રીંકલના બંન્ને હાથ તેના પેટ ઉપર પકડી રાખી તેની ઉપર બેસી ગયેલ અને મહેશભાઈની પત્ની સુરેખાએ રીંકલ સુતી હતી તે હાલતમાં જ મોઢા ઉપર જોરથી ઓશીકુ રાખી મુંગો દઈ દીધેલ. પરંતુ રીંકલ જાગી ગયેલ અને તરફડીયા મારવા લાગતા મારી પત્નીએ તેના બન્ને હાથથી જોરથી રીંકલનું ગળુ દબાવી દીધેલ અને થોડીવાર પછી રીંકલનો દુપટો લઈ મહેશભાઈની પત્ની સુરેખાએ રીંકલના ગળામાં ફાંસો આપી દીધેલ હતો. ત્યારબાદ અમો ત્રણેય અમારી જગ્યાએ સુઇ ગયેલ હતા
આમ મહેશભાઈ રવીરામભાઈ ગોંડલીયાની દિકરી રીંકલ ઉંમર વર્ષ આશરે ૧૬ વર્ષ વાળીને બામણબોર ગામના રાહુલભાઈ મુકેશભાઈ કાપડીયાસાથે પ્રેમ સબંધ હોય, રીંકલને તેના માતાપિતાએ આ પ્રેમસંબંધ રાખવાની ના પાડેલ હોવા છતા રીંકલ રાહુલ સાથે ફોનમાં વાત કરતી હોય જેનો ખાર રાખી મહેશ રવીરામભાઈએ તા.૨૬/૦૩/૨૦૨૪ ૨૦૨૪ના વહેલી રાત્રીના આશરે પોણા ત્રણેક વાગ્યા વખતે રીંકલ સુતી હતી ત્યારે તેના પગ પકડી રાખેલ અને મહેશભાઈની દિકરી હીરલબેને રીંકલના બંને હાથ પકડી તેની માથે બેસી જઈ તથા સુરેખાબેન મહેશભાઇ ગોંડલીયાએ રીંકલને ઓશીકાથી મુંગો દઈ તથા હાથથી તથા દુપટાથી ગળુ દબાવી મોત નિપજાવતા આ બનાવ બનેલ છે.