કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરધારકા મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો

પોલીસને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી હતી

વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ યુવાનની હત્યા કરીને ત્યાં પાણીમાં લાશને ફેંકી દેવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે ગાળો આપવાની બાબતમાં મૃતક યુવાનની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…

બનાવની જાણવા મળતી માહિતી મુજબ સરધારકા ગામના સરપંચ મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં કોઈ યુવાનની લાશ પડી છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં પડેલ યુવાનની લાશને બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભરગા અને તેઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતક યુવાનની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે…

આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભરગા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક વ્યક્તિ વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતો રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે અને તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી છે કે વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મૃતક રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી અને તેનો મિત્ર જીતુ રબારી બંને બેઠા હતા ત્યારે મૃતક યુવાન ગાળો દેતો હોય તે બાબતે જીતુભાઈ રબારીએ તેને માથાના ભાગે કાડુ માર્યું હતું અને ત્યારબાદ પથ્થરનો ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આરોપી જીતુ રબારીએ તેના મિત્ર ભાવેશને સાથે રાખીને મૃતક રાજુભાઈ મોતીભાઈને બાઈક ઉપર ત્યાંથી બેસાડીને તેના બોડીને સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં ફેંકી દીધું હતું હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હત્યાના આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ હાથ કરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!