વાંકાનેર: જામસરના ખેતરમાં છ-એક દિવસ પહેલા મળેલી અજાણ્યા પુરુષની લાશનો ભેદ ઉકેલાયો છે અને જામસરના જ બે શખ્સોના નામ આરોપી તરીકે અપાયા છે.જાણવા મળ્યા મુજબ જામસરના પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઇ તા.૨૪/૦૬/૨૦૨૪ના સાંજના જામસરના ધીરૂભાઈએ પોતાને જાણ કરેલ કે ગામમાં પરપ્રાંતીય માણસ લખમણભાઈ રૂપાભાઈના મકાનથી થોડે દુર પડતર ખેતરમાં મરણ ગયેલ જેવી હાલતા પડેલ છે, આથી ગામની પાધરમાં આવેલ જુની વાડી તરીકે ઓળખાતા ખેતરમાં ફરિયાદી ગયેલ અને
ત્યાં એક અજાણ્યો પૂરૂષ ઉંમર આશરે ૩૦ થી ૪૦ વર્ષ વાળો બેભાન જેવી હાલતમાં પડેલ હતો. ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગયેલ અને તેઓએ તપાસીને તે મરણ ગયેલ હોવાનું જણાવેલ હતુ. જામસરના ધીરૂભાઈ નરશીભાઈ દેલવાડીયાએ જણાવેલ કે એક ચડો અને અંડરવેટ પહેરેલ બીજા રાજ્યની ભાષા બોલતો માણસ આવેલ અને ગમે તેના ઘરના દરવાજા ખખડાવતો હતો તેમજ જામસર ગામ પાસે આવેલ રમેશભાઈ પાંચાભાઈ દેલવાડીયાની વાડીએ ગયેલ, જ્યાં રમેશભાઈ હાજર ન હોય અને તેમના પત્ની તથા બૈરાઓ જ હાજર હોય બાજુની વાડીના પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયા તેમની વાડીએ ગયેલ અને આ માણસને જતો રહેવા કહેલ પરંતુ
આ અજાણ્યો માણસ કાંઇ સમજતો ન હોય અને જતો પણ ન હોય તેમજ હાજર મહીલાઓ સામે જોઈને કંઇક બોલતો હોય જેથી પ્રભુભાઈ લાલજીભાઈએ એક લાકડીથી અજાણ્યા માણસને માર મારી ભગાડી દીધેલ હતો. માણસ ગામના પાધરમાં જુની વાડી તરીકે ઓળખાતા ખુલ્લા ખેતર તરફ ગયેલ અને ત્યાં ઉભો રહીને ગામના બૈરાઓ સામે જોઈ કાંઈક ઈશારા કરતો બોલતો હોય તેવામાં ત્યાં ગામના અશોકભાઈ નથુભાઈ દેલવાડીયા આવીને દોરડા વડે અજાણ્યા માણસને માર મારેલ હતો. ધીરૂભાઇએ તેને પાણી પીવડાવેલ હતુ પછી ત્યાં બેભાન જેવો થઈ ગયેલ હોવાની વાત કરેલ હતી. પછી લાશના પી.એમ.ની કાર્યવાહી થઇ હતી. અજાણ્યા પૂરૂષને જામસરના (1) પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયા તથા (2) અશોકભાઈ નથુભાઈ દેલવાડીયા માર મારી મોત નિપજાવેલ હોય ફરિયાદ દાખલ કરેલ છે