પાંચાભાઇની હત્યાની શંકા
વાંકાનેર તાલુકાના જાલી ગામમાંથી મંગળવારના રોજ 30 વર્ષીય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં પરીવારજનો પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારે હત્યાની આશઁકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. હાલ યુવકની હત્યા કે હત્યા તે ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સામે આવી શકશે. હાલ પોલીસે એડી નોંધવા તજવીજ હાથ ધરી હતી.
જાલી ગામે ગત કાલ ત્રીસ વર્ષનાં યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલત લાશ મૃતકનાં પરીવાજનો શહેરની સિવિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. જ્યાં પોલીસને જાણ કરતા શહેર પોલીસ હોસ્પિટલ પહોંચી આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી છે તે બાબતે તપાસ હાથ ધરી હતી. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ હત્યા કરાઈ હોવાનું જાણવા મળેલ છે પરંતુ લાશને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબમાં ખસેડેલ છે. તેમ શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી ડી સોલંકીએ જણાવ્યું હતું.
જાલી ગામના પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા નામના ત્રીસ વર્ષના યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર ફેલાઇ ગઇ હતી. જેને પરિવારજનોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બાદમાં યુવકની હત્યા કે આત્મહત્યા તે બાબત ફોરેન્સિક લેબમાંથી રિપોર્ટ બાદ જ હકીકત જાણવા મળશે, એમ સોલંકીએ જણાવ્યું હતું