કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
વાંકાનેરના ઢુવા નજીક માટેલીયા નદીના કાંઠેથી મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના ઢુવા કયુટોન સીરામીક સામે માટેલીયા નદીના કાંઠે એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરમાં સરતાનપર સ્ટાઇલમ સીરામીક સત્યભાન કાનછેદી કોલનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
તપાસ અધિકારી જસપાલસિંહ ઝાલા સાથે વાત ચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે