રાજકોટ લોકસભામાં 21,04,519 મતદારો છે, સમજવામાં સરળ રહે તે માટે હવે પછી આપણે 21 લાખ ગણીશું. ઝી ટીવી ગુજરાતી મુજબ ગુજરાતમાં 60 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. સૌથી વધુ રાજકોટમાં 17 ટકા, સુરેન્દ્રનગર 14, આણંદ 12, કચ્છ અને ભાવનગર 10, જામનગર 9.5, વડોદરા 6.5 અને પોરબંદર બેઠકમાં 5 ટકા ક્ષત્રિય મતદારો છે, આમ
આઠ બેઠકો ઉપર ક્ષત્રિયોને ભાજપ અવગણી શકે તેમ નથી. રાજકોટમાં 17 % એટલે કે 3.57 લાખ ક્ષત્રિય મતદારો છે. આ આંકડો યાદ રાખશો
ગઈ ચૂંટણીમાં 64.11 % મતદાન થયું હતું અને આ વર્ષે પણ લગભગ 64 ટકા મતદાન થાય એવું માનીયે તો અંદાઝે 13.44 લાખનું મતદાન થાય, મતલબ કે અપક્ષ અને નોટાના મત બાદ કરતા લગભગ 6.50 હજાર મત જીતવા માટે જોઈએ. આ આંકડો પણ યાદ રાખશો. રાજકોટ સિવાય બીજી લોકસભાની સીટની વાત છોડી જો
રાજકોટની જ વાત કરીયે તો ગઈ વખતે ભાજપને લગભગ સાડા ત્રણ લાખની લીડ મળી હતી, જે લગભગ કુલ ક્ષત્રિય મતદારો જેટલો જ આંકડો છે. બધા ક્ષત્રિય મતદારોએ ભાજપને જ મત ન આપ્યા હોય એવું માનીએ તો પણ ક્ષત્રિય સમાજના 70 % મતદારો ભાજપ તરફી હોવાનો અંદાઝ છે. વટના કારણે જો સમાધાન ન થાય તો આ વખતે ક્ષત્રિયોનું મતદાન વધુ થશે અને ભાજપના વિરુદ્ધ પડશે, એવું મનાય છે. ક્ષત્રિયોનું મતદાન પણ 60 % નું માનીયે તો પણ 1.85 હજાર જેટલા મત પડે. ગઈ વખતની
ભાજપને મળેલી સાડા ત્રણ લાખની લીડમાંથી આ બાદ કરીએ તો 1.65 લાખની લીડ ભાજપની બાકી રહે છે, પણ એક તો ગઈ ચૂંટણી જેવું (બાલાકોટ) વાતાવરણ આ વખતે નથી, રામ મંદિર, ભ્રષ્ટાચાર, 370 મી કલમના મુદ્દા લોકોમાં બહુ અસરકર્તા નથી, ત્યારે ભાજપના મત 3 ટકા ઘટે એવો અંદાઝ છે. વળી સ્કૂટર પર ઠેઠ અમરેલીથી રાજકોટ આવેલા પરેશ ધાનાણી લેઉવા પટેલ છે જે સમાજના મત 3.5 લાખ અને રૂપાલા કડવાના 1.5 લાખ હોવાનો અંદાઝ છે. પરેશ ધાનાણીએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક પણ કરી લીધી છે. આમ રસાકસીના તબક્કે ચૂંટણી ઉભી છે. પરંતુ
ગત ધારાસભાના મતદાનના આંકડા અલગ કહાની કહે છે. જેમાં કોંગ્રેસ ઉપરાંત આપ પક્ષ પણ મેદાનમાં હતો. રાજકોટ લોકસભામાં ધારાસભાના કુલ સાત વિસ્તાર આવે છે, જેમાં અત્યારે સાતેસાત ધારાસભ્યો ભાજપના છે, પરંતુ કોંગ્રેસ અને આપના ઉમેદવારને મળેલા મતોનો જો સરવાળો કરવામાં આવે તો સાતમાંથી ચાર સીટમાં ભાજપ પાછળ રહી જાય છે. આ સીટમાં (1) જસદણ- કુંવરજીભાઇ બાવળીયા (2) રાજકોટ ઇસ્ટ- ઉદય કાનગડ (3) ટંકારા- દુર્લભજી દેથરિયા અને (4) વાંકાનેર જીતુ સોમાણી હાલ જે જીતેલ છે, તે આંકડા મુજબ સરવાળો કરતા હારતા દેખાય છે. નવાઈની વાત એ પણ છે કે જસદણ અને રાજકોટ સાઉથમાં કોંગ્રેસ કરતા આપના ઉમેદવાર આગળ રહ્યા હતા. આ રૂપાલા માટે ચિંતાનો વિષય છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો