સરકારી હોસ્પિટલ વાળાની સામે વાંકાનેરના પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણએ ફરિયાદ નોંધાવી
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફીલ ચાલુ હોવાની માહિતી હતી, જેના આધારે સ્થાનિક પત્રકારોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી; ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળો નશાની હાલતમાં હતા. સિવિલ અધિક્ષકની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તે બંને સામે ગુનો પણ નોંધાયો હતો.
ત્યાર બાદ વિભાગીય નિયામકે મોરબી સિવિલના અધિક્ષક પાસેથી તપાસનો અહેવાલ મંગાવ્યો હતો જેના આધારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળા સામે રાજ્ય સરકારમાં ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લાની વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ રહે. બંને સરકારી હોસ્પિટલ વાળાની સામે વાંકાનેરના પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક પોલીસ કર્મચારીઓને સાથે રાખીને રેડ કરી હતી, ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ રાઠોડ નશાની હાલતમાં મળી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરપાલસિંહ પરમારની ઓફિસમાં રાખવામાં આવેલ કબાટમાંથી ગ્રેવિટી ગ્રીન એપલ ફ્લાવરડ વોડકાની અડધી બોટલ મળી આવી હતી, જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળાની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પાસેથી પ્રાથમિક અહેવાલ માંગવામાં આવ્યો હતો, જે વિભાગીય નિયામકને આપી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.
જેથી કરીને આ બાબતે વિભાગીય નિયામક ડો. ચેતન મહેતાએ જણાવ્યુ હતું કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જે ઘટના સામે આવી છે તેને લઇને પ્રાથમિક અહેવાલ માંગવામાં આવ્યો હતો; જેમાં વાંકાનેર સિવિલના અધિક્ષક ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને પટાવાળા કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવેલ છે. જેથી કરીને આ અંગેનો રિપોર્ટ હાલમાં રાજ્યના આરોગ્ય વિભાગમાં કરી દેવામાં આવ્યો છે એટ્લે કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલના કાંડ મુદ્દે સરકારમાં જોરદાર રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. હવે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે