ચુંટણી અધિકારીની નિમણુક કરાઈ
ગાંધીનગર: ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬(૪) અને ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૪૩ (વ)(ક) થી મળેલ સત્તાની રૂએ ગુજરાત પાલિકાની ચુંટણી કરવા બાબતના નિયમો ૧૯૯૪ ના નિયમ ૪(૧) હેઠળ રાજ્ય ચુંટણી આયોગ નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચુંટણી માટે ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે…
જેમાં મોરબી જીલ્લાની ટંકારા નગરપાલિકાના ચુંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી મોરબી અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે ટંકારા મામલતદારની નિમણુક કરી છે જયારે વાંકાનેર પાલિકા માટે પ્રાંત અધિકારી વાંકાનેર અને મદદનીશ અધિકારી તરીકે વાંકાનેર મામલતદારની નિમણુક કરવામાં આવી છે…