પરણિતા સાથે પ્રેમસંબંધે પતિ સહિતના લોકોએ ખખેરીયો
બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ જતા ફરિયાદીએ પ્રેમિકાને પોતાનું સીમકાર્ડ આપ્યું હતું
ઈકોમા આવતી પરિણીતા સાથે આંખ મળી ગયા બાદ ડ્રાઇવરના લફડાની જાણ પરિણીતાના પરિવારજનોને થતા મામલો બિચક્યો
વાંકાનેરના કેરાળા ગામે રહેતા અને ભાડાની ઇકો કાર ચલાવતા શખ્સને ઇકો કારમાં દરરોજ અપડાઉન કરતી પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાઈ જતા આ પ્રેમ સંબંધની જાણ પરિણીતાના પતિને થતા ત્રણ દિવસ પૂર્વે પરિણીતાના પતિ, પરિણીતાના બનેલી અને અન્ય બે શખ્સોએ ઇકો ચાલકને વાંકાનેર નજીક પ્રેમિકા એવી પરિણીતા સાથે રંગે હાથ ઝડપી લઈ લમધારી નાખતા મજનુ એવા પ્રેમી ઇકો ચાલકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે અને હાલમાં ઇકો ચાલકે ચાર ઈસમો વિરુદ્ધ પ્રેમસંબંધમાં માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા અને ભાડાની ઇકો કાર ચલાવતા ચાર સંતાનના પિતા એવા રફીકભાઇ ઇબ્રાહીમભાઇ શેખે ખાનગી હોસ્પિટલના બિછાનેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,
છેલ્લા છએક મહિનાથી તેની ઇકો કારમાં વાંકાનેર જીનપરામાં રહેતા ભુમિકાબેન ભાવેશભાઈ પ્રજાપતિ નામના પરિણીતા રાજકોટ અપડાઉન કરતા હોય બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ જતા ફરિયાદી રફીકે ભુમિકાબેનને પોતાનું સીમકાર્ડ આપ્યું હતું, જે નંબર ઉપરથી ભુમિકાબેન તેને ફોન કરતા હતા. ગત તા.25ના રોજ ભુમિકાબેનનો ફોન આવેલ કે તે રાજકોટ ડિલક્સ ચોક પાસે છે અને તેને લઈ જાય. જેથી ઇકો ચાલક પ્રેમી રફીક ભુમિકાબેન અને તેની પુત્રીને લઈ રાજકોટથી વાંકાનેર આવવા રવાના થયો હતો.
બાદમાં રફીકની ઇકો કાર અમરસર ફાટક પહેલા દુધની ડેરી સામે પહોંચતા જ ઈકોની પાછળ રહેલી એક કાળા કલરની કાર સાઈડ કાપીને ઇકો આગળ કરી ઉભી રહેતા તેમાંથી ઉતરેલા ભુમિકાબેનના બનેવી જૈમિનભાઈ અને અન્ય બે શખ્સોએ ઇકો કારની ચાવી કાઢી લઈ રફીકને નીચે ઉતારી બેફામ માર માર્યો હતો અને બાદમાં થોડીવારમાં ભુમિકાબેનના પતિ ભાવેશભાઈ પ્રજાપતિ પણ બાઈક લઈને આવી પહોંચતા લાકડાના ધોકા વડે તેમજ લાફા,ચપલ અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
વધુમાં ઇકો ચાલકને ભૂંડે હાલ મારમારી તમામ આરોપીઓ નાસી ગયા બાદ હળવા ચાલવામાં રફીક સક્ષમ ન હોય સવાર સુધી ઇકો કાર પાસે બેસી રહેલ હોવાનું અને સવારે પરિચિત મિત્ર રોડ ઉપરથી પસાર થતા દવાખાને ખસેડ્યા બાદ આરોપી જૈમિનભાઈ, ભાવેશભાઈ પ્રજાપતિ અને અન્ય બે અજાણ્યા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમપ્રકરણના આ ડખ્ખામાં ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ