તમામ તાલુકાઓમાંથી ધારાસભ્યો, કેસરીસિંહ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની કારોબારી બેઠક હળવદ ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર માં સંસ્કૃતિ હોલ માં યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું
ત્યારે આ કારોબારી બેઠક ભારતમાતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી અને ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની છબી સન્મુખ દિપ પ્રાગટ્ય કરી બેઠક શરુ કરી હતી જેમાં સમૂહમાં વંદે માતરમ્નું ગાન કરી બાદમાં ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું

આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઇ મેતા, પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બીપીનભાઈ દવે, પ્રદીપભાઈ વાળા, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શીહોરા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા , પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ હોદેદારો તમામ તાલુકાના પ્રભારી તેમજ પ્રમુખ મહામંત્રી , વિવિધ મોરચા અને સેલમાં પ્રમુખ મહામંત્રીઓ, જિલ્લા કારોબારીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં જિલ્લાની તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાવવા બદલ તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી અને સાલ ઓઢાળી સન્માન કર્યું હતું