વાંકાનેરથી જમીન રસ્તે જખૌનું અંતર 340 કિમિ છે
૬૮૦ કિલોમીટરના ઘેરાવામાં છવાયેલું છે: મનોરમા મોહંતી
મહાભયાનક વાવાઝોડું લેન્ડફોલ પછી પણ ૩૬થી ૪૮ કલાક સુધી અસર દેખાડશે: જખૌ-લખપત થઈ રાજસ્થાન જશે
સૌરાષ્ટ્ર્ર-કચ્છ ઉપર તોળાઈ રહેલા વાવાઝોડાની ભયાનકતા તેના ઘેરવા ઉપરથી આવી રહી છે. જાણકારોએ આપેલી માહિતી અનુસાર, બિપરજોયનું કેન્દ્રબિંદુ એટલે કે એની આંખ બે કિલોમીટરનો ફેલાવો ધરાવે છે, ત્યારે સમગ્ર બિપરજોય અંદાજે ૬૮૦ કિલોમીટરમાં ઘેરાવો ધરાવે છે.
આ ઘેરાવો સૂચવે છે કે બિપરજોય આવે એ પહેલાંથી જ એની આડઅસર દેખાવા માંડશે, તો સાથોસાથ એવું પણ બને. એવી તીવ્ર શકયતા છે કે બિપરજોયના લેન્ડફોલ પછી પણ એ ૩૬થી ૪૮ કલાક સુધી પોતાની આડઅસર દેખાડે.
ગુજરાત હવામાન વિભાગનાં ડિરેકટર મનોરમા મોહંતીએ કહ્યું કે લાંબા સમય સુધી દરિયામાં રહેવાને કારણે બિપરજોય વધારે પડતું તાકાતવાળું બન્યું છે. બની શકે કે એ બે વર્ષ પહેલાં આવેલા તાઉ-તે કરતાં વધારે નુકસાન પહોંચાડે. મનોરમા મોહંતીના કહેવા મુજબ ગુરૂવારે બિપરજોયનું લેન્ડફોલ જખૌ-લખપત થઈને આગળ વધશે અને રાજસ્થાનમાં દાખલ થશે.
જો આ ઢોળાવ ચાલુ રહે અને ગતિ પણ અત્યારે છે એ જ રહે તો ગુજરાત હવામાન વિભાગનાં ડિરેકટર મનોરમા મોહંતીના કહેવા મુજબ શુક્રવાર વહેલી સવારે બિપરજોય આઇ વાવાઝોડાનું લેન્ડફોલ જખૌ-લખપત થઈને આગળ વધશે અને રાજસ્થાનમાં દાખલ થશે.