ભોજપરા વાદી વસાહતમાં મદારીઓ વચ્ચે જામી પડી
વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં રહેતા એક શખ્સ પર મંદિર તોડી પડાયાનો ખાર રાખી પથ્થર-મારાથી આંખનો ડોળો ફોડી નાખ્યાની ફરિયાદ થઇ છે
ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયા / વાદી (મદારી) (ઉ.વ. ૨૮) રહે. વાદી વસાહત ભોજપરા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૧/૦૫/૨૦૨૪ ના

સવારના અચાનક પોતાના ઘર પર પથ્થરમારો થતા ઘરની બહાર નીકળી શેરીમાં જતા (1) રોબળનાથ સુરમનાથ ૫રમાર (2) રૂમાલનાથ સુરમનાથ પરમાર (3)
બહાદુરનાથ સુરમનાથ પરમાર તથા (4) જોગનાથ કાળુનાથ પરમાર રહે. બધાય વાદીવસાહત ભોજપરા વાળાઓ તેના હાથમાં પથ્થર લઈ ઘર ઉપર તથા
શેરીમાં પથ્થરના છુટા ઘા કરતા હતા, ઘા કરવાની ના પાડતા તેઓએ વાત માનેલ નહી અને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને તેમાંથી રોબળનાથ સુરમનાથ પરમારે પથ્થરનો છુટો ઘા કરતા ફરિયાદીની ડાબી આંખ પર લાગેલ અને અર્ધબેભાન હાલતમાં ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલે અને પછી

મોરબી સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરતા ત્યાં સારવાર લઇ વધુ સારવારની જરૂર પડતા રાજકોટ રીફર કરતા ત્યાં ડોકટરે તપાસી જણાવેલ કે આંખનો ડોળો ફુટી ગયેલ છે. આ બનાવ બનવાનું કારણ એ છે કે

ભોજપરા વાદીવસાહતમાં ધાવડી માતાજીનું મંદિર બનાવેલ હોય જે મંદિર આજથી ત્રણેક વર્ષ પહેલા સામેના આરોપીઓએ તોડી પાડેલ હોય જે બાબતે અવારનવાર બોલાચાલી તથા ઝઘડો થતો હોય તે બાબતનો ખાર રખાતા બનાવ બનેલ હોવાનું ફરિયાદીએ લખાવેલ છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



