વાંકાનેર : જાલી રોડ ઉપર પ્રિન્સ સિરામિક નામની ફેકટરીમાં અચાનક પડી જવાથી મિલપ્લોટના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી રોડ પર આવેલ પ્રિન્સ સિરામીકમાં કામ કરતાં રોહિતભાઇ લાલજીભાઇ પીસડીયા (ઉ.વ.૩૦, રહે. મીલ પ્લોટ, વાંકાનેર) કારખાનામાં અચાનક પડી જતા તેને

સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
પોલીસ સ્ટેશનેથી
સર્પ આકારે મોટર સાયકલ ચલાવતા:
રાજાવડલાના રાજેશ ચકુભાઇ આંત્રેસા પોતાનું સ્પેલન્ડર નં GJ-36-AG-1677 નશો કરેલી હાલતમાં ચલાવતા મોટર સાયકલ કબ્જે અને તેની સામે કાર્યવાહી
દારૂ સાથે:
વાંકાનેર જીઆઇડીસી પાછળ દેવીપૂજક વાસમાં રહેતા

કિશોર બચુભાઈ ભોજવીયા 16 કોથળી દેશી દારૂ સાથે પકડાયા
પીધેલ:
રાજાવડલાના અજય ભુપતભાઇ સાથલીયા પીધેલ પકડાયા છે આ ભાઈ મોટર સાયકલ પાછળ બેઠા હતા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ધમલપરના વાલજી ભીખાભાઇ મદ્રેસાણીયા અને (2) રાતીદેવરીના સતીશ શામજીભાઈ પ્રબતાણી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



