વાંકાનેર: હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. IMD ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આ મોબાઈલ એપ્લીકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે.
‘મોસમ એપ્લીકેશન’ મારફતે લોકોને હવામાનની આગાહી, રડાર ફોટોસ વગેરેની માહિતી મેળવી શકે છે. મોબાઈલમાં mausam wankaner લખશો એટલે આઠ દિવસ અગાઉની વાંકાનેર વિસ્તારની માહિતી મળશે. દા.ત. આજનું આઠથી સવારના પાંચ વાગ્યા સુધીનું હવામાન, ભેજ અને પવનની ગતિની માહિતી મળશે.
‘દામિની એપ્લીકેશન’ (damini application) આકાશમાં થતી વીજળી વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. આ એપ્સ તમામ વીજળી એક્ટિવિટી પર નજર રાખે છે જે ખાસ કરીને સમગ્ર ભારતમાં થઈ રહી છે. અને જો તમારી નજીક 20KM અને 40KM ના એરિયામાં વીજળી પડી રહી હોય તો GPS સૂચના દ્વારા તમને ચેતવણી આપે છે.
‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ (public observation app) મારફતે સ્થાન મુજબ હવામાન માહિતી પ્રદાન કરે છે. યૂઝર્સ આ એપ પર પોતાનો ફીડબેક પણ આપી શકે છે. એપ્લિકેશનમાં ડ્યુઅલ મોડ છે. ઝડપી, હવામાન પ્રતિસાદ માટે અદ્યતન છે. તમામ નાગરીકોને આ એપ્લીકેશનની મદદથી વરસાદ, વાવાઝોડું, બચાવ વગેરે અંગેની માહિતી મળી રહેશે. જ્યારે પણ લોકો ઈચ્છે ત્યારે પ્રવર્તમાન હવામાનની માહિતી સરળતાથી મેળવી શકશે.