વીરપરના બે શખ્સ સામે પ્રોહિબિશનનો ગુન્હો
ટંકારા: તાલુકાના છત્તર ગામે રહેતાં વીભાભાઇ રામાભાઇ ટોળીયા (ઉ.વ.૫૫) છત્તરના પાટીયા પાસે હોટલ પાસે બેઠા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં મોત થયું હતું. ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
મૃત્યુ પામનાર ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મોભીના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી…
વીરપરના બે શખ્સ સામે પ્રોહિબિશનનો ગુન્હો : ટંકારા તાલુકાના વીરપર ગામના (1) ભાવિન વિનોદભાઈ ચાવડા અને (2) સાહિલ સીદીકભાઈ ચાનિયા સામે એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી નંબર-૦૧ નાએ પોતાના કબજામા ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૦૨ ની કી.રૂ.૧૩૪૬/- ની વેચાણ અર્થે પોતાની પાસે રાખી મળી આવી તેમજ આરોપી નંબર-૦૨ હાજર નહી મળી આવી ગુન્હો પ્રોહી કલમ-૬૫ એ, ૧૧૬બી, ૮૧ મુજબ નોંધાયો છે…