કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દીધું

ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દીધું

અમરસર ફાટક પાસેનો બનાવ

પાંચદ્વારકાના શખ્સને જમણા પગના પંજાની આંગળીઓ તથા તળીયામાં સ્નાયુનું ઓપરેશન કરાવવું પડયું

વાંકાનેર: તાલુકાના અમરસર ફાટક પાસે રોડની બાજુમાં ઉભેલા પાંચદ્વારકાના શખ્સને એક ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દેતા ઇજા થયેલ હતી….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના રહીશ કડીયાકામ કરતા પ્રકાશભાઈ વેલજીભાઈ ચાવડા (ઉ.વ.૩૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા. ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ વિડીભોજપરા ગામે કડીયા કામ માટે ગયેલ હતો ત્યારે બપોરના મારા પપ્પા વેલજીભાઈ તેજાભાઈ ચાવડાનો ફોન આવેલ કે હું સીંધાવદર ખાતે તારા મમ્મીને મુકીને પરત વાંકાનેર આવતો હતો ત્યારે અમરસર ફાટક પાસે પહોંચતા ફાટક

બંધ હોય જેથી મોટરસાયકલ રજી.નં. GJ-03-BG-6215 વાળુ સાઈડમાં રાખી ઘોડી ચડાવી બાજુમાં ઉભો હતો ત્યારે પાછળથી એક ક્રેન આવેલ અને મારી એકદમ બાજુમાંથી કાઢતા તે ક્રેનનું આગળનુ ટાયર મારા જમણા પગ પર ચડાવી દેતા ઇજા થયેલ છે, આથી હું તુરંત જ ત્યાં ગયેલ ક્રેન પણ ત્યા હતી જેના રજી.નં.GJ-36-S-2071 હતા અને મેં ૧૦૮ એમ્બુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડોકટર સાહેબે જમણા પગના પંજાના આંગળીઓમા ફેક્ચર તથા નિચે તળીયામાં સ્નાયુનુ ઓપરેશન કરવાનુ જણાવેલ હતું, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!