કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઢુવામાં મનદુઃખ રાખી બોલરોથી ઘરનો ગેટ તોડી નાખ્યો

વાંકાનેર: ઢુવા ગામમાં અગાઉ ઝઘડાનું મનદુઃખ રાખી પીકઅપ બોલરો રીવર્સ લઇ ફરીયાદીના ઘરના મેઇન ગેટ સાથે અથડાવી તોડી નાખી અને મોટર સાયકલને નુકશાન પહોંચાડી છરી બતાવી ધમકી આપ્યાની એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે…

ફરિયાદમાં જીતુબેન અશોકભાઈ ચારલા (ઉ.વ.૪૫) રહે. નવા ઢુવા શેરી નં.૧ જીઓ ટાવરની બાજુમાં તા.વાંકાનેર મુળ ગામ ભીમગુડા વાળાએ લખાવેલ છે કે અગાઉ એમના દેરાણી કનુબેન ઢુવા માટેલ રોડ પર આવેલ યુવરાજસિંહ અજીતસિંહ ઝાલાની માનસરોવર હોટલમાં મજુરી કરવા માટે જતા હતા ત્યારે યુવરાજસિંહે જણાવેલ કે ‘કનુબેન અમને ફોન કરે છે તેને સમજાવી દેજો’ બાદમાં યુવરાજસિંહના ભાઈ વિક્રમસિંહે મારા દીયર દેરાણીને અલગથી રૂમ રહેવા માટે આપેલ અને તેઓ ત્યાં રહેવા માટે જતા રહેલ. છતાં આ વિક્રમસિંહ મારા દીકરા વિજય સાથે ઝઘડો કરતા હતા જેથી અમોએ તેમને કહેલ કે ‘અમારે બળદેવભાઇ તથા કનુબેન સાથે કોઇ લેવાદેવા નથી’. આજથી નવેક મહીના પહેલા પણ અમારી સાથે ઝઘડો કરેલ પરંતુ તેઓ અમારા ગામના હોઇ કોઇ પોલીસ ફરીયાદ કરેલ નહી…

તા. ૧૮/૦૯/૨૦૨૪ ના વિક્રમસિંહે પોતાની પીકઅપ બોલરો રજી.નં. જીજે-૩૬-ટી-૫૪૯૨ વાળી રીવર્સ મારી મેઇન ગેટ જાંપો તોડી નાખેલ હતો અને ગેટ મોટરસાયકલ પર પડતા નુકશાન કરેલ અને છરી બતાવેલ. પોલીસખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ ૩૨૪(૪), ૩૫૧(૪) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!