કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ

        વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે, ગભરાવાની કોઈ વાત નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો. આ ઉપરાંત જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે કરાવવું જોઈએ. જેથી કૉરોનાને ફેલાતો અટકાવી શકાય

કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હો, તો માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે અથવા જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી માત્ર 27 થી 28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે તેને વધારવો પડશે. અમે અન્ય લોકોને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આ ડોઝ લાગુ કરવા માટે અપીલ કરીએ છીએ. બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.

આજની બેઠકના મહત્વના મુદ્દા એ રહ્યા કે: મોનિટરિંગ વધારવામાં આવશે, ટેસ્ટિંગ વધારવામાં આવશે, રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે, નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી, દ૨ અવાડિયે એક બેઠક , ઉડ્ડયન માટે કોઈ સલાહ નથી.

Content Copying Forbidden !!

error: Content is protected !!