વાંકાનેરમાં વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષસ્થાને શ્રીરામ જન્મભુમી તિર્થક્ષેત્ર, અયોધ્યાથી આવેલ વાંકાનેર નિલકંઠ ઉપનગરનો મુખ્ય અક્ષતકુંભનો ભવ્ય સામૈયા દિવાનપરા (સ્ટેચ્યુ) ખાતેથી કરવામાં આવ્યા હતાં. આ અક્ષત કુંભના સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં. પ્રથમ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કુંભને માથે રાખી પુજા કરવી હતી. ત્યારબાદ નાની-નાની બાળાઓ બહેનોએ માથે રાખી ડી.જે.ના સથવારે દિવાનપરાથી પ્રારંભ થયેલા સામૈયા જડેશ્વર રોડ પર આવે ફળેશ્વર મહાદેવ મંદિર (પુરાણી મુનિબાવાની જગ્યા)માં આવેલ રામચંદ્રજી મંદિરના ગર્ભ ગૃહ ખાતે પહોચેલ
આ કુભને ફળેશ્વર મંદિરમાં આવેલ રામચંદ્રજી મંદિરના ગૃર્ભગૃહમાં પધરામણી કરી ઉપસ્થિત રામ ભકત ભાઈઓ-બહેનોએ મહાઆરતીના લાભ લીધો હતો. ભકતજનોમાં તા.22-1ના રોજ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામચંદ્રજી ભવ્યાતિ ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ અદકેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.અક્ષત કુંભના સામૈયામાં ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, અશ્વિનભાઈ મેઘાણી, પરેશભાઈ મઢવી, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલ, અમરશીભાઈ મઢવી, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલ, દિપકભાઈ અમિતભાઈ સેજપાલ, બ્રિઝરાજસિંહ ઝાલા, રાહુલ જોબનપુત્રા, હિતેષ ચંદારાણા, અશ્વિનભાઈ જોબનપુત્રા, વિનુભાઈ સચાણીયા સહીતના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કુંભની મહાઆરતીનો લાભ લીધો હતો.