એક પરિવારમાં બે હાફિઝ
બે હાફિઝ બિહાર અને બંગાળ રાજ્યના
શેરસિયા પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાનીનું નામ રોશન કર્યું
વાંકાનેર: ગત તારીખ 18 ને ગુરુવાર સ્વરાજ ડેરી પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ માટે ખૂબ જ ગૌરવ સભર રહ્યો, દારૂલ ઉલુમ ગૌષે સમદાની કેમ્પસ ઉપર એક શાનદાર કાર્યક્રમનું આયોજન થયું, જે દારૂલ ઉલુમના કુલ છ હાફીઝેકુરાન થયા એની ખુશીમાં આ કાર્યક્રમ થયો હતો. આ છ હાફિઝ પૈકી બે હાફિઝ સ્વરાજ પરિવારના છે; જેમાં એક સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈ શેરસિયાનો દીકરો તુફેલ શેરસિયા અને એક સ્વરાજ ડેરીના ડિરેકટર ઇલમુદ્દીનભાઈ શેરસિયાનો દીકરો અન્સાર શેરસિયા છે જે બન્નેએ

ભણવાની સાથે કુરાન હિફઝ કર્યું છે અને એ પણ માત્ર ત્રણ વર્ષના ટૂંકા સમયમાં આ સિદ્ધિ મેળવી સ્વરાજ ડેરી, શેરસિયા પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાનીનું નામ રોશન કર્યું છે. આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કલામે પાકથી થઈ હતી, સાથે નાત શરીફ અને મોટિવેશન, ઇલ્મ, કુરાન અને કુરાને હાફીઝનું મહત્વ વિષય ઉપર દારૂલ ઉલુમ ગૌષે સમદાનીના નાઝીમે આલા મૌલાના મોહંમદ આમીન અકબરી સાહેબે શાનદાર તકરીર કરી હતી. આ શાનદાર મોકા ઉપર સ્વરાજ ડેરી પરિવાર તરફથી હાફીઝના ઉસ્તાદ હાફિઝ એહમદ રજા સાહેબ ઉપરાંત દરેક ઉસ્તાદ અને શિક્ષકગણને ફુલહાર, સાલ દ્વારા સન્માન અને મોમેન્ટો આપી બહુમાન કર્યું હતું. આ

કાર્યક્રમમાં દારૂલ ઉલુમ પીપળીયારાજના દરેક ફેકલ્ટીના અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓ, સંપૂર્ણ સ્ટાફગણ, આમંત્રિત મહેમાન ભાઈઓ/બહેનો અંદાજે 500 વ્યક્તિ સાથે સ્વરાજ ડેરીના કર્મચારી મિત્રો, વાંકાનેર, રાજકોટ અને મોરબીના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી જેમાં ખાસ કરીને મોમીન સમાજના આગેવાન/નેતા યુસુફભાઈ શેરસિયા, જિલ્લા પંચાયતના યુવા સદસ્ય ઝહીર અબ્બાસ શેરસિયા, હુસેનભાઈ સહયોગ, રાજકોટથી યુસુફભાઈ ઝુનેજા સાહેબ, મોરબીથી સૈયદ ફારૂકબાપુ નેશનલ ટ્રાન્સપોર્ટ મુસ્તફા હાજી અન્ય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી આ ઉપરાંત પીપળીયા ગામના આગેવાન મિત્રો, પેશ ઇમામ સાહેબો તેમજ અન્ય સગા/સંબંધીઓ પણ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને વાચા આપવા માટે વાંકાનેરથી અયુબભાઈ માથકિયા, અરબાઝ બાદી, શરાફુદ્દીનભાઈ માથકિયા વગેરે પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી. હાફિઝ થયેલા છ વિદ્યાર્થીઓની નામાવલી જોઈએ
તો (1) તુફેલ શેરસિયા પીપળીયારાજ (2) અન્સાર શેરસિયા પીપળીયારાજ (3) મોહંમદ સમીઅ રાજકોટ (4) મોહંમદ અકરમ જામનગર (5) રહમતઅલી બિહાર અને (6) શાહજહાં બંગાળથી આવે છે જે આજે સમગ્ર આલમે ઇસ્લામ માટે ગૌરવ વધારે છે આ મોકા ઉપર આ દરેક હાફિઝને ખેતી ડોટ કોમ, વાંકાનેર તરફથી સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરેલું. આ ઉપરાંત આગેવાનગણ, મહેમાનગણ અને સંબંધી ભાઈઓ/બહેનોએ પણ દરેક હાફિઝ અને તેમના ઉસ્તાદનું સન્માન કરી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સલામ પઢી પછી અંદાજે 1400 જેટલા લોકોએ એક સાથે ન્યાઝ લીધી હતી જેનું આયોજન પણ સ્વરાજ ડેરી પરિવાર વતી કરવામાં આવ્યું હતું. ન્યાઝ લીધાં પછી સૌ છુટા પડયા હતાં. આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સ્વરાજ ડેરી પરિવવાર વતી ડેરીના ચેરમેન ઇરફાન શેરસિયા તેમજ દારૂલ ઉલુમના નાઝીમે આલા મૌલાના મોહંમદ આમીન અકબરી સાહેબ સૌ કોઈનો આભાર વ્યક્ત કરે છે એ એમની સંયુક્ત યાદી જણાવે છે.
અહેવાલ, લેખન અને તસ્વીર: ડૉ. ગની પટેલ
