કોઠારીયા ગામનો બનાવ
વાંકાનેર: તાલુકામાં કોઠારીયામાં નાનાભાઈએ પ્રેમ લગ્ન કરેલ તેનો ખાર રાખી મોટાભાઈને ચાર જણે માર માર્યાનો બનાવ બન્યો છે
આ બાબતમાં ડ્રાઇવિંગનો ધંધો કરતા કેતનભાઇ દિલિપભાઈ કોબીયા જાતે કોળી (ઉ.વ.૨૮) રહે. મુળ કોઠારીયા, શીતળા માંની દેરી પાસે, હાલ: રાજકોટ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે પોતે અને એમના પત્ની કિરણબેન કોઠારીયા ગામે સંબંધીના ઘેર લગ્ન પ્રસંગમાં આવેલ. કોઠારીયાથી જાન સતાપર જવાની
હોય ઈનોવા કાર નં.GJ-03-DN-7979 વાળી લઈ પોતે પોતાની પત્નીને લઈને નીકળેલ. બન્ને ગામમાં સ્કુલ પાસે પહોંચતા વળાંકમાં એક મોટર સાયકલ તથાએક સી.એન.જી.રીક્ષા રોડ ઉપર ઉભેલ હોઈ ગાડી નીકળી શકે તેમ ન હતી. બાજુમાંથી અચાનકજ ગામમાં રહેતા સંજયભાઈ પ્રેમજીભાઇ મકવાણા,
જેરામભાઇ મનજીભાઇ મકવાણા તથા જયસુખભાઈ રાજુભાઇ મકવાણા આવેલ. જેરામે દરવાજો ખોલી અને ખેંચી ફરિયાદીને બહાર કાઢેલ. બાદમાં તે લોકો કહેતા હતા કે ‘ઓલો તારો ભાઈ રાહુલ ક્યાં? તમારી સાથે જ રહે છે અને તે જ તેને સાચવેલ છે. તુ તેને અહીં લઈ આવ’ કહી ઢીકાપાટુ મારવા લાગેલ. તેઓ તે
દરમ્યાન લાકડી તથા લોખંડના પાઇપ કયાંકથી લઇ આવેલ અને તેમનો કુટુંબી અમિત રાજુભાઈ મકવાણા પણ લાકડી લોખંડનો પાઈપ લઈ આવેલ. પતિ- પત્નીને પગમાં, હાથમાં, વાંસાના ભાગે આડેધડ માર મારવા લાગેલ. પરીવારને પતાવી દેવાની ધમકી આપેલ. તે વખતે ત્યાંથી ફરિયાદીના સસરા નારણભાઈ ઘનજીભાઈ મકવાણા,
સાળા વિશાલભાઈ નારણભાઈ મકવાણા તથા કુટુંબી અરવિંદભાઈ દિનેશભાઈ કોબીયા નીકળતા ઉભા રહેલ. ૧૦૮ એમ્બયુલન્સ બોલાવી અને પતિ-પત્ની સારવાર કરાવવા વાંકાનેર સરકારી હોસ્પિમાં આવેલ. આ બનાવ બનવાનું કારણ એ છે કે ફરિયાદીના સગા નાના ભાઈ રાહુલે કોઠારીયામાં રહેતા જેરામભાઈ મનજીભાઈ મકવાણાની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય, જેનુ મનદુ:ખ રાખી ઝઘડો કરેલ છે. પોલીસ ખાતાએ ઈ.પી.કો કલમ 323, 504, 506(2), 114, જી.પી. એક્ટ કલમ 135 મુજબ ચાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી શરુ કરેલ છે
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો