ભ્રષ્ટાચાર થયાને મુદ્દે રાજ્ય સરકારે સુપરસીડ કરેલ: હવે ચૂંટણી આવશે કે શું ?
વાંકાનેર: વાંકાનેર નગરપાલીકાને રાજયના શહેરી વિકાસ વિભાગે મોટી રકમનો ભ્રષ્ટાચાર થયાને મામલે સુપરસીડ કરેલ. આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટેમાં ૧૨૭૯૫-૨૦૨૨ એસસીએ, ૨૭૯૫-૨૦૨૨, જીજીએસસી-૨૪૦૪૨, ૮૫૮૨૦૨૨-૬-૧૮૦૪૨ અરજી કરેલ.
જેના અંતિમ પેજ ના ૧૮-૪-૨૩ ના હાઇકોર્ટનાં હુકમમાં વાંકાનેર નગરપાલીકાની અરજી રદ કરેલ છે.
આ કેસમાં પ્રથમ ૮-૭-૨૦૨૨ ની મુદત પડેલ. બાદમાં ૩-૧-૨૦૨૩, ૬-૨-૨૦૨૩, ૧૪-૨-૨૦૨૩, ૨૩-૩-૨૦૨૩ અને છેલ્લે ૧૮-૪-૨૦૨૩ ની મુદતમાં રાજય સરકાર અને નગરપાલીકાની દલીલો બાદ ગુજરાત હાઇકોર્ટે ઉકત હુકમ ફરમાવતા વાંકાનેર નગરપાલીકાની ચૂંટાયેલ બોડીની સુપરસીડ કરવાની ગુજરાત સરકારની દલીલો માન્ય રાખી પાલીકાને સુપરસીડ કરવાના હુકમને માન્યતા આપી દેતા હવે પાલીકાના અરજદારો સુપ્રીમ કોર્ટમાં જશે ? કે પછી નવી ચૂંટણીના વિકલ્પનો સ્વિકાર કરશે ? તે હવે જોવાનું રહ્યું.