કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તીથવા/ પાંચદ્વારકા સીમમાં સૌથી વધુ પવનચક્કીઓ

વાંકાનેર તાલુકામાં 72 પવનચક્કીઓ

3 મેગાવોટ 18 કરોડ 2 મેગાવોટ પવનચક્કીમાં 12 કરોડનું ખર્ચ

પવનચક્કીની ઊંચાઈ 78 મીટર/ પાંખડા 65 મીટરના
કોટડાનાયાણી પાસે 250 એકરમાં 100 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ
હવે પછી સરધારકા, દલડી, પલાંસ, વાંકિયા, પંચાસિયામાં નિર્માણ થશે: ટોળમાં 5 અમરાપરમા 2 પવનચક્કી છે

વાંકાનેર: રાજકોટ રોડ, મીતાણા કે જડેશ્વર રોડ પર જતા એક નજર માનવી માત્રની મોટા કદના કારણે પવનચક્કી ઉપર પડી જ જતી હોય છે. પવનચક્કી એટલે પવનની શક્તિ દ્વારા શક્તિ અથવા ઉર્જા ઉત્પન્ન કરવાનું સાધન, એવી સામાન્ય સમજ દરેકને હોય એ સ્વાભાવિક છે. કુદરતી નિયમ મુજબ ગરમ હવા ઉપરની તરફ જાય અને ઠંડી હવા વિસ્તરણ પામવા પ્રયત્ન કરે છે. આના કારણે વાતાવરણમાં પવનો સર્જાય છે. આ સતત થતી કુદરતી ક્રિયા છે. ઊંચા થાંભલા ઉપર પાંખીયા ગોઠવી નીચે તેનાથી દળવાની ચક્કી કે અન્ય ચક્રાકાર ગતિ કરતા સાધનો ફેરવવા શરૂઆતથી જે રચનાઓ બની તેને પવનચક્કી કહેવાની શરૂઆત થઇ હશે. આમ, પવનચક્કી એ પવનની શક્તિથી ચાલે છે અને ઉર્જાની જરૂરીયાત પૂરી કરે છે…

પવન ઉર્જા પણ સૌરઊર્જાની જેમ સતત મળતી (અખૂટ) ઉર્જા છે. પ્રદુષણ રહિત હોવાથી સ્વચ્છ ઉર્જા છે. આધુનિક પવનચક્કી મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ઘણી વિશાળ કદની પવનચક્કી ગોઠવીને ઉર્જાનું ઉત્પાદન થાય છે. જો કે, આપણા દેશમાં કુલ ઉર્જા ઉત્પાદનમાં પવન ઉર્જાનો ફાળો ખુબ જ ઓછો છે. દરિયા કિનારા ઉપરાંત પહાડી પ્રદેશો તેમજ દુરના વિસ્તારોમાં પણ પવનચક્કીઓ દ્વારા નાના પાયે ઉર્જા ઉત્પાદન વધ્યું છે. પવનચક્કી એ પોતાનામાં આખું ઉર્જા ઉત્પાદન એકમ સમાવતી વ્યવસ્થા હોવાથી દુરના અને દુર્ગમ પ્રદેશો કે જ્યાં વીજળીના તાર ખેંચીને ઉર્જા પહોચાડવી મુશ્કેલ તેમજ ખર્ચાળ હોય ત્યાં પવન ઉર્જા અનુકુળ છે. પવન ઉર્જાના ઉત્પાદનમાં પણ પવનની ગતિ, દિશા અને વર્ષ દરમિયાન તેની પ્રાપ્યતા જેવા પરિબળો અસર કરે છે જેથી દરેક સ્થળે અને સમયે તેનો ઉપયોગ થઇ શકે તેવું પણ નથી…

પવનચક્કી આમ તો ખુબ સરળ રચના છે જેમાં ઊંચા થાંભલા ઉપર મોટા કદના પાંખીયા ગોઠવવામાં આવે છે જેનું જોડાણ નીચે રાખેલા જનરેટર સાથે હોય છે અને પવનથી પાંખીયા ફરવાથી નીચેનું જનરેટર ફરે છે જેથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. કુવામાંથી પાણી મેળવવા કે દળવાની ઘંટી ચલાવવા જેવા સરળ કામો માટે જનરેટરની જગ્યાએ પંપસેટ અથવા ચક્કીને સીધીરીતે ઉપરના પાંખીયા સાથે જોડી વધુ સરળ રચના પણ બનાવાય છે. આધુનિક પવનચક્કી વધુ જટિલ રચના ધરાવે છે. જેમાં વર્ષ દરમિયાન પવનની ગતિ અને દિશા જેવા પરિબળોની ગણતરી કરી પાંખીયાની ડીઝાઇન અને માપ તેમજ ઉંચાઈ નક્કી કરવામાં આવે છે. ઉત્પાદિત વીજળી પણ સીધી ગ્રીડ સાથે જોડીને વીજળીનું વિતરણ કરાય છે. કચ્છના અબડાસાના ગરડા પંથકમાં નાની બેર ગામે એશિયાની સૌથી ઊંચી (120 મીટરની લંબાઇની) પવન ચક્કી છે…

વાંકાનેર તાલુકાની વાત કરીએ તો આ તાલુકામાં જાણવા મળ્યા મુજબ કુલ 72 પવનચક્કીઓ હાલ કાર્યરત છે. બે પવનચક્કીઓ વચ્ચે 700 મીટરનો ગાળો રાખવાનો હોય છે. 1 પવનચક્કીએ 2.5 એકર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, જે હવે પછી 5 એકરનું થનાર છે. તાલુકામાં ત્રીનેથરા અને સેનવીન કંપનીની પવનચક્કીઓ નખાઈ છે. 2 મેગાવોટ (2 હજાર હોર્સ પાવર) ની પવનચક્કી નાખવામાં અંદાજે 12 કરોડ જયારે 3 મેગાવોટ ઉત્પન્ન કરતી પવનચક્કી નાખવામાં 18 કરોડ જેટલું ખર્ચ થતું હોય છે. પવનચક્કીનું ફાઉડેશન 11 x 11 મીટરનું રખાય છે, તેની પર મેટલના પાઇપ સેલ ઉભા કરે છે, જેની ઊંચાઈ 78 મીટર રખાય છે, તેની પર સેલ બનાવાય છે, આ સેલ પર પાંખડા ફીટ કરાય છે. પાંખડાની ઊંચાઈ 65 મીટર હોય છે. એટલે કે જમીનથી વાંકાનેર વિસ્તાર માટે લગભગ 450 ફૂટ ઊંચું પાંખિયું પહોંચે છે.
વાંકાનેર તાલુકામાં નાખવામાં આવેલ પવનચક્કીઓમાંથી ઉત્પન્ન થતી વીજળી ગેટકોના જડેશ્વર ફીડરમાં અને રાજકોટ પાસે આવેલ હડાળા ફીડરમાં સપ્લાય કરી કંપનીઓ વેચે છે. કોટડાનાયાણી અને છતર વચ્ચે 250 એકર જમીનમાં 100 મેગાવોટનો સોલાર પ્લાન્ટ નાખવામાં આવેલ છે. હવે પછી સરધારકા, લુણસરીયા, દલડી, પલાંસ, વાંકિયા, પંચાસિયા વગેરે વિસ્તારમાં પવનચક્કીઓ નખાનાર હોવાનું જાણવા મળે છે. હાલમાં ટોળમાં 5 અને અમરાપરમા 2 પવનચક્કી કાર્યરત છે. વાંકાનેર તાલુકાના ગામડાઓમાં નખાયેલ પવનચક્કીની સંખ્યા નીચે મુજબ છે…તીથવા-19, પાંચદ્વારકા-13, વીડીભોજપરા-10, ચંદ્રપુર-4, અમરસર-7, સિંધાવદર-3, પ્રતાપગઢ-4, રાતીદેવરી-2, પીપળીયારાજ-3, વાલાસણ-3, અરણીટીંબા-4 મળીને કુલ 72 પવનચક્કીઓ નંખાઈ છે. વાંકાનેર તાલુકાના ગામડાઓમાં બધી પવનચક્કી નાખવાનો કોન્ટ્રાકટ મૂળ રાતીદેવરીના મામદભાઈ અને એમના પુત્ર અરશદભાઈએ મેળવેલ હતો, જેમની ઓફિસ ચંદ્રપુર રોડ સ્થિત સિદ્ધનાથ કોમ્પ્લેક્સમાં કડીવાર રિન્યુવેબલ એનર્જી પ્રા. લિ. ના નામથી આવેલી છે….

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!