વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ
વાંકાનેર: પરમ દિવસે અને કાલે પણ વાંકાનેરમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અને સત્તાવાર રીતે 18 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
દરમિયાનમાં
પહેલા વરસાદે જ નેશનલ હાઇવે પર સાઈડ રોડ પર ઢીચણ સમાણા પાણી ભરાયા હતા, અહીં દર વર્ષે આ રીતે પાણી ભરાય છે, આથી દુકાનદારો અને
રાહદારીઓને કાયમી સમસ્યા રહે છે, પાણી ઠેઠ દુકાન સુધી પહોંચી જાય છે અને વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. ભરાયેલા પાણીનો કોઈ નિકાલ નહીં હોવાથી
લાંબા સમય સુધી ખાબોચિયા ભરાઈ રહે છે અને વાહનચાલકોને ભરાઈ રહેતા ડહોળા પાણીમાં ખાડાનો અંદાજ ન આવતો હોવાથી અકસ્માતની સતત ભીતિ રહે છે. રાહદારીઓને ઉડતા છાંટાના કારણે કપડાં પણ બગડે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લોકો ઝંખે છે. ઉત્તર દિશામાં પાણીનો નિકાલ થઇ
શકે તેમ છે, ભરાતા પાણીની જગાએ ભરતી ભરી રોડ એટલો ઊંચો બનાવવામાં આવે કે પાણી વહી જાય તો સમસ્યા હલ થઇ શકે તેમ છે. જો ગટર ભરાઈ જવાને કારણે આમ બનતું હોય તો શરમજનક છે આ બાબતે રોડ પરના દુકાનદારોએ સંબંધિત ખાતાની ઓફિસમાં અને નેતાના કાન આમળવા માટે સમૂહમાં જઈ લેખિત રજુઆત કરવી જોઈએ, આમ છતાં ઉકેલ ન આવે તો પ્રતીક ઉપવાસ પર બેસી તંત્રને જગાડવું જોઈએ.