લાભાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ પણ કરાયા
વાંકાનેર શહેર ખાતે વાંકાનેર નગરપાલિકા દ્વારા અમૃત આવાસોત્સવ અંતર્ગત લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ તથા સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા પ્રધાનમંત્રીનો લાઇવ કાર્યક્રમ ટી.વી. માધ્યમથી ઉપસ્થિત લોકો-અધિકારીઓએ નિહાળ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર શિરેસીયા, મામલતદાર ઉતમભાઇ કાનાણી, રાજકોટ ઝોન કમીશનર ધીંમતકુમાર વ્યાસ, ચીફ ઓફીસર (રાજકોટ) અશ્વિનભાઇ તથા વાંકાનેરપાલિકાના ચીફ ઓફીસર ગિરીશભાઇ સરૈયા તથા સામાજીક કાર્યકર મેરૂભાઇ સરૈયા, હર્ષદભાઇ ગોહેલ, ચિરાગ કે. સોલંકી તથા પાલિકા હેડકલાર્ક હાર્દિકભાઇ સરૈયા તેમજ એન્જીન્યર મહેશભાઇ સહિતના અગ્રણીઓ- આગેવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મ્યુન્સિપલ ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ ગીતાબેન ચાવડાએ કર્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા.