રસ્તે રઝળતા પાગલ લોકોને 15 વર્ષથી સ્વખર્ચે ભોજન કરાવે છે
વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના વતની શ્રી મનસુખભાઈ પોલાભાઈ બેડવા એક ઈમાનદાર અને નિષ્ઠાવાન સમાજસેવક છે, તેઓ માનસિક રીતે અસ્થિર થયેલા અને રસ્તે રઝળતા પાગલ લોકોને છેલ્લા 15 વર્ષથી પોતાના સ્વખર્ચે ભોજન કરાવે છે.


શ્રી મનસુખભાઈ દરરોજ સાંજે પોતાની મોટરસાયકલ પર 50 થી વધુ લોકો માટે શાક, રોટલી, દાળ, ભાત, છાશ સહિતની ખાદ્ય સામગ્રી લઈને ઘરેથી નીકળે અને છેક મોડી રાત સુધી રસ્તે રઝળતા પાગલ લોકોને જમાડે છે. આજના સમયમાં કેટલાક લોકો પોતાના પરીવારના લોકોને પણ સાચવવા માટે ઈન્કાર કરતા હોય છે, ત્યારે શ્રી મનસુખભાઈ જેવા સમાજસેવક પાસેથી આપણે સૌ લોકોએ પ્રેરણા લેવી જોઈએ.
ધન્યવાદ!

