મહીકા ગામે હાઇવે પરના કોમ્પ્લેક્સની દુકાનોના તાળા ફંફોસતા ઝડપાયો
વાંકાનેર પોલીસ સ્ટેશને એક પત્નીએ પોતાના પતિ દારૂ પી ઘરે હેરાન કરે છે તેવો ફોન કરતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
બનાવની હકીકત મુજબ ડો.દેલવાડીયા સાહેબના દવાખાના આગળ રહેતા રેણુકાબેન નામના પરણીતાએ ફોન કરેલ કે પોતાનો પતિ સતીષભાઈ હસમુખભાઈ દારૂ પી ઘરે હેરાન કરે છે, જેથી પોલીસ ખાતું ત્યાં પહોંચી ગયું હતું અને સતિષભાઇ હસમુખભાઇ ચારોલીયા જાતે. દેવીપુજક (ઉ.વ.૨૯) ને કેફી પ્રવાહી પીણુ પીવા બાબતે ધોરણસર અટક કરેલ હતી. તપાસ નારણભાઈ સુખાભાઈ લાવડીયા અના.એ.એસ.આઈ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.
શંકાસ્પદ પકડાયો
મહીકા ગામે હાઇવે પરના કોમ્પ્લેક્સની દુકાનોના તાળા ફંફોસતા હળવદ તાલુકાના કવાડીયા ગામના વિપુલભાઈ ખીમાભાઇ રાતૈયા જાતે કોળી (ઉ.વ. 35) ને પોલીસ ખાતાએ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પીધેલ પકડાયા
(1) વાંકાનેર મેળાના મેદાન પાસે પેડકમાં સામાભાઈ ઉર્ફે સામંત લધુભાઇ વાજેલિયા રહેવાસી રાતીદેવળી (2) આંબેડકરનગર શેરી નં-૨ માં રહેતા ધનજીભાઇ કાનજીભાઇ મહાલીયા કુંભારપરા ચોકમાંથી પીધેલ પકડાયા છે.
દારૂ સાથે ઝડપાયો
કોટડા નાયાણી મેલડી માતાજીના મંદિર પાસેથી દિપક નાથાભાઈ સોલંકીને 20 થેલી દેશી દારૂ સાથે પકડેલ છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો