કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આઇ ખેડૂત પોર્ટલ આવતા મંગળવારથી શરૂ થશે

સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીના ટાંકાના બાંધકામમાં સહાયની અરજી કરી શકાશે

વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે

તે માટેની પ્રક્રિયા આગામી ૧૮ જૂન ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ

ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૫ માટે (૧) સ્માર્ટ ફોન પર સહાય યોજના,

(૨) પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને (૩) પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં

આવશે. ૧૮ જૂનથી દિન-૭ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં અનુરોધ કરાયો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!