કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

યાર્ડ પાસે કાર હડફેટે ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત

રાતીદેવડી પાસે રહેતા આધેડ ભોગ બન્યા

વાંકાનેર નજીક આવેલ માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામ પાસે રહેતા ધારાભાઈ લવજીભાઈ વિકાણી (50) નામના આધેડ ગઈકાલે સાંજે છેક વાગ્યાના અરસામાં વાંકાનેર માર્કેટ યાર્ડ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ધારાભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!