મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર ગઈ કાલે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર આવી જતા તેનો બચાવ થયેલ છે…
વાંકાનેરના મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા પ્રકાશભાઈ નથુભાઈ ચાવડા (30) પોતાની ઈનોવા ગાડી લઈને જામનગર તરફ જતા હતા. ત્યારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપરથી પ્રકાશભાઈ પોતાની ઇનોવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર પાણી ભરેલ હોય કોઝવેમાં પાણી વધારે હોવાથી તેની ગાડી કોઝવેમાં નીચે ઉતરી ગઈ હતી જોકે સમયસર પ્રકાશભાઇ ચાવડા ગાડીમાંથી બહાર નીકળી ગયા હોય તેમનો આબાદ બચાવ થયેલ છે અને તેઓની ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી આ અંગેની જાણ પોલીસ તથા સંબંધિત વિભાગને થતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા…