કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વતન જવા નીકળેલા મજૂરને મળ્યું મોત

ઢુવા પાસેના બનાવમાં ત્રણ દીકરા પિતા વિહોણા થયા

વાંકાનેર: તા.૨૩/૧૧/૨૦૨૩ ના રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઢુવા ઓવરબ્રીજ ઉતરતા ટોપ સીરામીક સામે વચ્ચે ડીવાઈડર પાસે પરપ્રાંતીય યુવાનનું અકસ્માતમાં મોત થયાનો અને અકસ્માત સર્જનાર ભાગી ગયાનો બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ મખન રંધીરાભાઈ નામનો ૪૦ વર્ષનો મૂળ ગ્વાલીયર (મધ્યપ્રદેશ) નો વતની એક આદીવાસી ઢુવા ઓવરબ્રીજ ઉતરતા ચાલીને રોડ પર જતો હોઇ તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન વધુ સ્પીડમાં ચલાવી મરણ જનાર રાહદારીને હડફેટે લઈ માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. વાહનચાલક નાશી છૂટ્યો હતો.

મરણ જનાર મકનસર પાસે ઇમાનદારી પાવડર કંપનીમાં મજુરી કામે આવેલ હતા દિવાળીમાં વતનથી પાછા બે દિવસ પહેલા આવેલ પરંતુ તેની કામ કરવાની સ્થિતી ન હોઇ તે પરત વતનમાં જવા માટે નીકળેલ. તેના પરીવારમાં તેના પિતા ગુજરી ગયેલ છે અને તેની માતા, તેના મોટા ભાઈ, મખનની પત્નિ રાજાબેટી તથા તેને સંતાનમાં ત્રણ દીકરા છે.

બાઈક ચોરનાર ઝડપાયો
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની દોશી કોલેજ નજીક રોડ પરથી આશરે પાંચેક વર્ષ પહેલાં એક હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 N 3423 ની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે

મોરબીના ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી-માર્ટ સામેથી આરોપી પંકજભાઈ રમેશભાઈ સિંચણાદા (ઉ.વ.ર૧) રહે. સો-ઓરડી મેલડી માતાના મંદિર સામે, મોરબી વાળાને ચોરીમાં ગયેલ મુદ્દામાલના મોટર સાયકલ સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી…

દારૂ અંગેના ગુન્હા
વાંકાનેર તાલુકાના વીરપરના ગૌતમ જગાભાઈ ડાંગરોંચા અને વિજય લાલજીભાઈ દેકાવાડીયાને વીરપર ગામથી રાતવીરડા તરફ જતા રસ્તા પર દેવકીનંદન કારખાના પાસે મોટર સાયકલ પર 900 લીટર દેશી દારૂ મળી આવતા મોટર સાયકલ સહિત 36,800 રૂપિયાના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે. હસનપર બીપીએલમાં રહેતા દેવજી ભીખાભાઇ રાઠોડ રેલવે ફાટકથી આગળ અને વડોદરાના હેમંત રમેશભાઈ ભટ્ટને પીધેલ પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!