પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: સીટી પોલીસ પી.આઈ. એચ.વી. ઘેલા એ સમગ્ર વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં રહેતા નાગરિકો સમક્ષ અપીલ કરેલ છે કે


વાહન લેતીદેતીમાં ફ્રોડ ચીટીંગના ગુના નોંધાયા છે અને પરપ્રાંતિય વસવાટ કરતા અજાણી વ્યક્તિઓની પોલીસને માહિતગાર કરવા, જેથી તેની અન્ય પ્રાંતના ગુનાહિત ઇતિહાસ અંગે સ્થાનિક પોલીસ માહિતગાર રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નિર્દોષ નાગરિકો ભોગ ના બને.


પોલીસ વડાની સૂચના અને જિલ્લા અધિકારીઓની જાહેરનામાની જાળવણી જળવાઈ રહે તે હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર આર પી ઘેલા એ સમગ્ર વાંકાનેર સિટી પોલીસની હદમાં વસવાટ કરતા નાગરિકો સમક્ષ અપીલ કરી છે.


તેમાં બહારગામ જતી વખતે કોઈપણ મિલકત દાગીના રોકડ રકમ મૂકી વધુ સમય બહારગામ જવાથી પાડોશી ને જાણ કરવી તેમ જ નજીકના પોલીસ મથકે પણ જાણ કરવી જોઈએ જેથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તકેદારી અને તે વિસ્તારમાં સાવચેત રહે વાંકાનેર સીટી પોલીસના ટેલીફોન નંબર 02828-220 556 તેમજ પી.આઈ ધેલા સાહેબ નો મો.નં. 97127 59035 પર સંપર્ક કરી વિગત માહિતી આપવા અપીલ કરવામાં આવી છે
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
ભીમગુડાના ગોપાલ અવચરભાઈ ચારલા 28 કોથળી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
(1) ધમલપર-2 વેલનાથ મંદિર પાછળ રહેતા રામજીભાઈ રવજીભાઈ માલકિયા અને (2) નવાપરા પંચાસર રોડ પર રહેતા દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા પીધેલ પકડાયા છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) નવાપરા વાસુકી મંદિર પાસે રહેતા રાહુલ ચકાભાઈ કોરડીયા (2) વિસીપરા શંકર મંદિર પાસે રહેતા જીવણ ગાંડુભાઇ વિંઝવાડિયા (3) જેતપરડાના કમલેશ મેહુરભાઈ સરૈયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું