અજાણ્યાને લિફ્ટ આપવી મોંઘી પડી
ચાવી બાઇકમાં રાખી પેશાબ કરવા જતા લાગ જોઈ અજાણ્યો કરતૂત કરી ગયો
વાંકાનેર: વઘાસીયા સોમાણી સીરામીકમાં રહેતા એક શખ્સે અજાણ્યા શખ્સને ભલાઈની ખાતર મોટર સાયકલ પર લિફ્ટ આપી, રાણેકપર ગામના પાટીયા પાસે પેશાબ લાગતા મોટર સાયકલ ઉભુ રાખીને તેમાં ચાવી રાખી પેશાબ કરવા ગયેલ લાગ જોઈને જેને લિફ્ટ આપી તે અજાણ્યો જ મોટર સાયકલ લઈને ભાગી ગયેલ, ભલાઈનો હવે આ જમાનો રહ્યો નથી….
જાણવા મળ્યા મુજબ તુષારભાઈ ડુંગરભાઇ પરમાર (ઉ.વ.૩૩) રહે. સોમાણી સીરામીક વઘાસીયા તા.વાંકાનેર (મુળ રહે-થાનગઢ) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નંબર GJ-13-BJ-4602 વાળુ સને- ૨૦૨૫ ના મોડલનું જેની કિ.રૂ.૭૫,૦૦૦/- વાળુ 
ગઈ તા-૨૩/૦૪/૨૦૨૫ ના (ત્રણેક માસ પહેલા) સરતાનપર રોડ પર આવેલ બાફીટ કારખાનામાંથી વઘાસીયા સોમાણી કારખાને આવવા નીકળેલ હતો ત્યારે થોડેક દુર જતા એક અજાણ્યા ભાઇ મને હાથ ઉંચો કરીને રોકેલ અને મને કહેલ કે ‘મારે વાંકાને૨ જવુ છે’ જેથી મેં કહેલ કે
‘હું સોમાણી સિરામીક સુધી જાવ છું ત્યાં તને ઉતારી દઇશ’ જેથી આ ભાઇ મારા મોટર સાયકલમાં બેસી ગયેલ ત્યાંથી થોડેક આગળ સાત આઠ કિલોમીટર દુર રાણેકપર ગામના પાટીયા રામદેવ પીરના મંદીર હાઇવે કટ આગળ જતા મને પેશાબ લાગતા મોટર સાયકલ ઉભુ રાખીને 
તેમાં ચાવી રાખી પેશાબ કરવા ગયેલ આ દરમ્યાન મારી પાછળ બેસેલ અજાણ્યો ભાઇ મારૂ મોટર સાયકલ લઇને ભાગી ગયેલ હતો. બાદ હું તેની પાછળ દોડેલ અને પણ તે મોટર સાયકલ ચલાવી આગળ જતો રહેલ જેથી પકડાયેલ નહી. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
