આગામી 3 કલાકમાં કરા પડવાની શક્યતા: હવામાન ખાતું
વાંકાનેર શહેર અને ગ્રામ્ય પંથકમાં સિંધાવદર, પંચાસીયા સહિત 10:30 વાગ્યાની આસપાસ પવન સાથે વરસાદ આવ્યો હતો, ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી અને જોરદાર વીજળીના ચમકારા થતા હતા આમ લગભગ આશરે અડધોથી પોણો કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો ત્યાં સુધીમાં સારો એવો વરસાદ પડી ગયો હતો. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ઝાડવા પડી ગયા હતા તો અમુક જગ્યાએ પતરા ઉડ્યા હતા અને રસ્તામાં જાળવવા પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. વાંકાનેરમાં વરસાદના પહેલા ફોરે જ લાઈટ ડૂલ થઇ જતા લોકો પરેશાન થયા હતા…
અત્યારે સવારે પણ વરસાદી વાતાવરણ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 કલાકમાં જૂનાગઢ, કચ્છ, મોરબી, નવસારી, રાજકોટ, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે…