કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઇન્સ્ટાગ્રામ થકીના યુવતીના પ્યારનો નશો ઉતરી ગયો

વાંકાનેર: વાંકાનેર ખાતે રહી કડીયા કામે જતી એક યુવતીને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી આરોપી યુવાનનો મેસેજ આવ્યો અને બાદમાં યુવતીએ મેસેજનો રીપ્લાય આપતા બન્ને વચ્ચે પરિચય થયા બાદ આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો. નિકાહ પણ થયા, હાલમાં આ યુવાને અન્ય યુવતીઓ સાથે ફોન વાતો કરી દોઢ જ વર્ષના લગ્નજીવનમાં પત્નીને મારકુટ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલે હળવદ પોલીસ મથકે પહોંચ્યો છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાની વતની અને હાલમાં હળવદની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી જ્યોત્સનાબેન ગમજીભાઈ રાઠવાએ હળવદ પોલીસ મથકમાં મૂળ આગ્રાના વતની એવા પતિ સોહેલ સરફૂદીન અબ્બાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે દોઢેક વર્ષ પૂર્વે જ્યોત્સના વાંકાનેર ખાતે રહી કડીયા કામે જતી હતી ત્યારે

ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી આરોપી સોહેલનો મેસેજ આવ્યો હતો અને બાદમાં જ્યોત્સનાએ મેસેજનો રીપ્લાય આપતા બન્ને વચ્ચે પરિચય થયા બાદ આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો. બાદમાં આરોપી સોહેલે. પોતાનો જન્મ દિવસ આવતો હોય આગ્રા આવવાનું કહેતા

જ્યોત્સનાએ તેડી જવા કહેતા આરોપી સોહેલ જ્યોત્સનાને આગ્રા લઈ ગયો હતો. જ્યાં તેની માતા અને દાદીને મળાવી નિકાહ કરી લીધા હતા. જો કે આગ્રામા સોહેલનો ધંધો બરાબર ન ચાલતા બન્ને હળવદ રહેવા આવી ગયા હતા. વધુમાં જ્યોત્સનાને પતિ સોહેલ અન્ય

યુવતીઓ સાથે મોબાઈલમાં વાતો કરી નાની નાની બાબતો અંગે ત્રાસ આપી મારકુટ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો હળવદ પોલીસ મથકે પહોંચતા પરિણીતાની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!