સપ્તાહમાં 5 દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી
અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા મળે છે. અગાઉના મેનુમાં સપ્તાહમાં બે વખત વિદ્યાર્થીઓને શાક મળતું હતું, પરંતુ નવા મેનુમાં સપ્તાહમાં પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે. અગાઉ દાળ ઢોકળી અને વેજ પુલાવ સાથે શાક અપાતું ન હતું, પરંતુ નવા મેનુમાં આ ખાદ્યચીજો સાથે પણ બાળકોને શાક પણ આપવામાં આવશે…
મળેલ માહિત મુજબ પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના 2020 ના ઠરાવથી પી.એમ. પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા ભોજનનું મેનુ નક્કી કરવામાં આવેલું છે. શિક્ષણ વિભાગના 2024 ના ઠરાવ અનુસાર, પી.એમ. પોષણ યોજના અંતર્ગત અઠવાડિયામાં એક દિવસ બાળકોને સુખડી આપવામાં આવે છે. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને 26 ઓક્ટોબર, 2023ના રોજ રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમ મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત મેનુના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ જરૂરી સુધારા-વધારા કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જે મુજબ કમિશનર પી.એમ. પોષણ યોજનાની કચેરી દ્વારા પી.એમ.પોષણ યોજનાના મેનુમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી…
બાળકોને આપવામાં આવતા ભોજન માટે નવો મેનું નક્કી કરવામાં આવ્યો છે. જેનો અમલીકરણ 1 સપ્ટેમ્બર, 2024થી થઇ ગયો હોવાનું જાણવા મળે છે. નવા મેનું પ્રમાણે હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે…
વાર હાલનું મેનું / નવું મેનું
સોમવાર વેજિટેબલ ખીચડી / ખારીભાત-શાકભાજી વેજ પુલાવ- દેશી ચણાનું શાક
મંગળવાર ફાડા લાપસી- શાક / મુઠિયા- શાક દાળ ઢોકળી – લીલુ શાક
બુધવાર વેજિટેબલ પુલાવ ખીચડી શાક / દાળ-ભાત- શાક
ગુરૂવાર દાળ-ઢોકળી દાળ ઢોકળી – લીલુ શાક- સુખડી
શુક્રવાર દાળ- ભાત મુઠિયા- ચણાનું શાક / થેપલા અને આખા ચણાનું શાક
શનિવાર વેજિટેબલ પુલાવ વેજ ખીચડી / ખારી ભાત- કઠોળ દાળ / વેજ પુલાવ