કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વ્યાજના ચક્રમાં ફસાયો લુણસરનો શખ્સ

કારનુ તેમજ જમીનનુ સોદાખત કરાવી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી

ચાર કરોડ ચાર લાખ વ્યાજે લીધેલ, જેની સામે અંદાઝે ચાર કરોડ એક્યાસી લાખ ચૂક્વ્યાનો ઉપરાંત ઘરેણા આપ્યાનો ફરિયાદીનો દાવો

વાંકાનેર: તાલુકાના મુળ લુણસરના ખેતી તથા જમીનની દલાલી કરતા હાલ વાંકાનેર નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્યનગર, રાજકોટ રોડ પર રહેતા તથા દોશી હોસ્પિટલની બાજુમાં ઓફિસ ધરાવતા ગેલાભાઇ ઉર્ફે વિનુભાઈ શીવાભાઈ સાપરા જાતે તળપદા કોળી (ઉ.વ.૪૫) વાળાએ વાંકાનેર શહેરના ત્રણ અને જેતપરડાના બે, વઘાસિયાના એક તથા વીજળીયાના એક મળી કુલ સાત આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ચાર કરોડ ચાર લાખ વ્યાજે લીધેલ, જેની સામે અંદાઝે ચાર કરોડ એક્યાસી લાખ ચૂકવવા છતાં ઉઘરાણી ચાલુ રહેતા પોલીસ ફરિયાદ કરી છે.

ફરિયાદીએ લખાવેલ ફરિયાદની ટૂંકમાં વિગત એવી છે કે બધા આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફરીયાદીને દરેક આરોપીઓએ રોકડ રૂપિયા નાણા ધીરી જેમાં આરોપી નં-૧ ના એ ફરીયાદીને કુલ રૂપિયા ૧૭,૦૦,૦૦૦/-(સતર લાખ) આપેલ, જેની સામે રૂ.૪૧,૭૦,૦૦૦/- આપી દીધેલ. નં-૨ ના પાસેથી રૂ. ૧૭ લાખની સામે કુલ રૂપિયા ૫૫,૯૬,૦૦૦/-, આરોપી નં-૩નાએ રૂ.૨૦ લાખની સામે ૬ ચેક તથા સોનાનો ચેન-૧ ચાર તોલાનો કિ.રૂ. ૨ લાખનો તથા ધંધાના નફાની ૯ વિધા જમીન તથા વ્યાજના રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦/- આપેલ. આરોપીનં-૪ એ કુલ રૂ.૧૨ લાખની સામે રૂ. ૧૯ લાખ ચુકવી આપેલ. આરોપી નં-૫ના એ રૂ.૧૬,૫૦,૦૦૦/- ની સામે રૂ.૨૭,૬૪,૫૦૦/- જેટલી રકમ ચુકવી આપેલ. તેમજ આરોપી નં-૬ નાએ ૪ લાખની સામે રૂ.૫,૫૮,૦૦૦/- ચુકવી આપેલ તથા આરોપીનં-૭ નાએ ફરીને ૩,૧૭,૫૦,૦૦૦/- ની સામે જમીન સહિત કુલ ૩,૨૯,૬૯,૦૦૦/- ચુકવી આપેલ.


તેમ છતા આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ફરીયાદીની કારનુ તેમજ જમીનનુ સોદાખત કરાવી લઇ દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ, વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ફરીયાદીને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપે તો મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી તેમજ તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે.

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023
પોલીસખાતાએ આઇ.પી.સી.કલમ-૩૮૬,૩૮૭ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ -૨૦૧૧ કલમ-૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર કે. આર. કેસરિયા ચલાવી રહ્યા છે.
આરોપી તરીકે (1) જીતુભા નટવસિંહ ઝાલા- જેતપરડા, (2) કૃષ્ણસિહ મંગળસિંહ ઝાલા ઉર્ફે કાદુ- વઘાસીયા, (3) હરેશ લખમણદાસ કટારીયા ઉર્ફે હરૂ-વાંકાનેર, (4) ગગજી હમીરભાઈ જોગરાણા- વીજડીયા, (5) વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા-જેતપરડા (6) નરેન્દ્રસિંહ- ભાટીયા સોસાયટી અને વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલાના નામ અપાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!