આશીર્વાદ લેવાનું કહી ગળામાંથી સોનાનો ચેન કાઢી લીધો હતો
જામનગર ચોરીના ગુન્હામાં ૩ વર્ષથી ફરાર મદારી ગેંગના મુખ્ય સુત્રધાર લીસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યો
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે ડ્રાઇવ રાખી સુચના આપેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે વર્કઆઉટ કરી રહ્યા હતા.
દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે સીટી-સી ડીવીઝનના કલમ ૩૭૯ના ગુનાના કામે ૩ વર્ષ પહેલા ગોકુલનગર સાંઢીયાપુલ નીચે સાધુના વેશમાં આવેલ ઇસમોએ ફરીયાદી એકટીવા ચાલકને રોકી આશીર્વાદ લેવાનું કહી ફરીયાદીના ગળામાં પહેરેલ કિ. ૧.૪૭.૦૦૦નો સોનાનો ચેન કાઢી લઇ ચોરી કરી નાશી ગયેલ મદારી ગેંગ તરીકે કુખ્યાત છે.
જે આ ચોરીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી કેશરનાથ ઉર્ફે કેશવનાથ સમજુનાથ ભાટી (મદારી) (ઉ.વ.૫૦) રહે. ગણેશપુરા તા. દહેગામ જિ. ગાંધીનગરવાળો હાલ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર રોકાયેલ છે;
જે હકીકત આધારે હકીકતવાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી-સી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો.