માલધારી સમાજના યુવાનોએ જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની રાખેલ માનતા ઉતારી
વાંકાનેર શહેર ખાતે માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ગયા વર્ષે ભરવાડ સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની માનતા માની હતી.જેથી સોમાણી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગઈ કાલે વાંકાનેર ખાતે ભરવાડ સમાજના યુવાનોએ તેઓને પેંડા ભારોભાર જોખવાની માનતા ઉતારી હતી.
વાંકાનેર ખાતે આવેલ માર્કેટ ચોકમાં દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે.ગયા વર્ષે ભરવાડ સમાજના યુવાનો દ્વારા ગણપતિદાદા સમક્ષ માનતા માની હતી કે જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો તેઓને આવતા ગણપતિ મહોત્સવમાં પેંડા ભારોભાર જોખવામાં આવશે.
જેથી જીતુભાઈ ધારાસભ્ય બનતા ભરવાડ સમાજના મોનાભાઈ લામકા,મેરૂભાઈ સરૈયા,વિશાલભાઈ લામકા,લાખાભાઈ સરૈયા,અનિલભાઈ લામકા,ઘનશ્યામભાઈ લામકા સહિતના ભરવાડ સમાજના યુવાનોએ જીતુભાઈ ને માર્કેટ ચોક કા રાજા એવાં ગણપતિ દાદાની માનતા ઉતારી હતી. જોકે જીતુભાઈ 82 કિલોના થતા 82 કિલો પેંડા લાવવામાં આવ્યા હતા.