સરતાનપરના શખ્સની આ વસ્તુઓ શહેર ભાજપના ઉપપ્રમુખને મળેલ
વાંકાનેર મેઈન બજારમાં અપાસરા શેરીની બાજુમાં અમિતભાઈ શાહની અમીત ટ્રેડર્સના નામે દુકાન આવેલ છે, જેઓને કાલે એક મોબાઈલ સાથે રોકડ રકમ પણ મળેલ.
અચાનક મળેલ મોબાઈલ ઉપર કોલ આવે છે, જેમાં વાત કરતા કોલ કરનાર વ્યક્તિ પોતાની ઓળખાણ આપતા કહે છે કે હું સરતાનપર ગામમાં રહું છું અને મારું નામ દાનાભાઈ ટીડાભાઈ વિજવાડિયા છે. આજે સવારે મારા પાસેથી તે મોબાઈલ અને રોકડ રકમ ખોવાઈ ગયેલ છે.
અમીતભાઈ શાહે આ માટે માલિકીનો પુરાવો આપી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને આવવાનું જણાવતા મોબાઈલના મૂળ માલિક પોલીસ સ્ટેશને આવે છે. એ પી.આઈ. સોલંકી સાહેબની હાજરીમાં ખરાઈ કરી અને તે વ્યક્તિ જ તેમના મૂળ માલિક હોય તેમનો મોબાઈલ અને
રોકડ રકમ અમિતભાઈ અને પી.આઈ. સોલંકીના હસ્તે આપી દેવામાં આવે છે, જે ખરેખર એક પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.