કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સમાજમાં સગાઈ સમયે નિકાહના રિવાજની જરૂરત

સગાઈ પછી દીકરા-દીકરીને મોબાઈલ પર વાત કરતા રોકી શકવાના નથી ત્યારે સમયની જરૂરિયાત

મો. ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા દારુલ ઉલુમ ગૌષે સમદાનીની અપીલ

સામાજિક રીતે કોઈ પણ ગુનાહના કામ ત્રણ સ્ટેપમાં થતા હોય છે
પ્રથમ સ્ટેપ: જ્યારે કોઈ પણ ગુનાહના કામની શરૂઆત થતી હોય ત્યારે લોકો તે કામને છુપાઈને કરતા હોય છે અને જો લોકોને તે વાતની જાણ થઈ જાય તો શરમ પણ અનુભવે છે.
બીજું સ્ટેપ: પછી એક સમય એવો આવે છે કે લોકો એ ગુનાહના કામમાં કોઈ પણ પ્રકારની શરમ કે સંકોચ અનુભવતા નથી અને માં બાપ અને વડીલોની સામે પણ એ કામ કરતા હોય છે.
ત્રીજું સ્ટેપ: આ સમય એવો છે કે તેમાં લોકો ગુનાહને ગુનાહ જ નથી સમજતા અને પોતાનો હક અને રિવાજ સમજીને એ ગુનાહનું કામ કરવા લાગે છે.

 

હવે આપણે આપણા સમાજ માં જોઈએ તો સગાઈ થઈ ગયા પછી જે ગુનાહના કામ થાય છે (ટેલીફોનીક વાત હોય કે અન્ય કામ) તેનાથી આપણે બધા પરિચિત છીએ. અને તે કામ હવે ઘણા બધા લોકો માટે ત્રીજા સ્ટેપમાં પહોચી ગયું છે.

હવે સામાજિક રીતે આપણે આ કામ રોકી શકીએ એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી પરંતુ તે કામને ગુનાહથી બચાવી શકાય એવું તો આપણે જરૂર કરી શકીએ.

 

નવો રિવાજ

થોડાક લોકોની હાજરીમાં જ્યારે સગાઈનું નક્કી થાય ત્યારે જ સાથે નીકાહ પણ પઢાવી લેવી.

આ કામ ઘણા બધા મુસ્લિમ વિસ્તારોમાં થાય જ છે અને હવે ગુનાહથી બચવા માટે આપણે પણ કરવુ જ પડશે.
આ કામ માટે કોઈ ખર્ચ કે અન્ય વધારાના આયોજનની પણ જરૂર નથી.
આવા કામની શરૂઆત કરવાવાળા અને લોકોને ગુનાહથી દુર કરવાવાળા લોકો સવાબે જારીયાના હકદાર થશે.

સગાઈ સમયે નિકાહ કરવાનો ફાયદો

જેવી રીતે એક મર્દનું અજનબી ઔરતની સાથે મજાક મશ્કરી, એકાંતમાં મુલાકાત અને વાતચીત વગેરે ગુનાહનું કામ છે એવી જ રીતે સગાઈ પછી પણ આ બધા કામ નવા બનનાર દુલ્હા અને દુલ્હન માટે ગુનાહનું કામ ગણાશે પરંતુ જો શરિઅતના તરીકા મુજબ નિકાહ પઢી લેવામાં આવશે તો ગુનાહથી બચી શકશે.
✓ લગ્ન સમયે રસ્મ પ્રમાણે જે નિકાહ થશે તે નિકાહે જદીદ (નવેસરથી નિકાહ) ગણાશે જે સારી બાબત છે એમાં કોઈ હરજ નથી. નિકાહ થયેલ આમ વ્યક્તિને પણ તજદીદે ઇમાન અને તજદીદે નિકાહ એટલે નવેસરથી કલેમો પઢી બે ગવાહો ની હાજરીમાં નવા નિકાહ કરવા બહેતર છે. આ એહતિયતી નિકાહ ફ્રી માં મહર વગર થઈ શકે છે.

 

મંગની (સગાઈ) સમયે નિકાહનો તરીકો

🟢 દુલ્હા મિયાં નિકાહ કરાવનાર(આલિમ) ને જાણ કરે કે
1️⃣. હું ફલા બીન ફલા છુ.
2️⃣. મારી નિકાહ ફલા બીન ફલાની દીકરી ફલાની સાથે પઢાવવા માટે હું તમને વકીલ બનાવું છું.
3️⃣. મારી નિકાહ ફલા બીન ફલાની દીકરી ફલાની સાથે પઢાવી આપો.
નોંધ: કબુલાત ની મજલિસમાં જેવી રીતે દુલ્હન હાજર ન હોય તો દુલ્હન તરફથી વકીલ રાખી શકાય છે તેવી જ રીતે દુલ્હા મજલીસમા ન હોય તો દુલ્હાના બદલે પણ વકીલ રાખી શકાય છે.

🟢 દુલ્હન તરફથી પણ એક વકીલ દુલ્હન પાસેથી નિકાહ ની રઝા લઈ આવે
## રઝા લેવા જનાર વકીલ આવી રીતે રઝા લેશે: ફલા બીન ફલા ના દીકરા સાથે આટલી મહરના બદલે નિકાહની તમે રઝા આપો છો ? ##
નોંધ: જેવી રીતે દુલ્હાને કલિમાં પઢવવામા આવે છે કે જેથી ક્યારેય કુફ્રિય શબ્દ નીકળી ગયો હોય તો તૌબા થઈ જાય અને ઇમાન તાજુ થઈ જાય એવી જ રીતે દુલ્હન પણ કલિમા પઢી લે અથવા કોઈ બીજી બહેનો કલિમા પઢાવી લે તે બહેતર છે.

 

દુલ્હન તરફથી રઝા મળી જાય પછી
🟢 મજલિસ (બેઠક)માં બે નેક ગવાહોની હાજરીમાં નિકાહના તરીકા મુજબ ખૂત્બો પઢવો સુન્નત છે. અને ત્યાર પછી કબૂલાત કરાવવામા આવે.
🟢 કબૂલાત કરાવનાર: મે ફલા બીન ફલાકે બેટેકી તરફસે નિકાહકા વકીલ હુ મૈંને ફલા બીન ફલા કે બેટે (નામ) કી નિકાહ ફલા બીન ફલા કી બેટી (નામ) કે સાથ રૂ. 6000/- નકદ મહર કે એવજ મે કર દીયા.
🟢 દુલ્હન કે વકીલો સે: આપને ફલા બીન ફલા કે બેટે(નામ) કે સાથ ફલા બીન ફલા કી બેટી(નામ) કો રૂ. 6000/- નકદ મહર કે એવજ મે હકકે નિકાહ કરકે ઔરત કરકે બખ્શી. … જી મૈંને બખ્શી
🟢 દોનો ગાવાહો સે: આપ દોનો ને સુના. ….. જી
🟢 ઇસી તરહ તીન બાર કરલે. મંગની કે વક્ત હિ નિકાહ હો જાયેગા.

 

એક ખાસ નોંધ
✓ અહી આપેલ તરીકા મુજબ નિકાહ કરવાથી નિકાહ થઈ જશે અને દુલ્હા દુલ્હન માટે નિકાહના બધા અહકામ લાગુ પડશે. આવી રીતે નિકાહ કર્યા પછી દુલ્હા દુલ્હન (અલ્લાહ ન કરે) આ રિશ્તો નિભાવી શકે એમ ન હોય તો પણ એક તલાક આપી છુટા છેડા થઈ શકે છે અને સામાન્ય રીતે પણ ન છૂટકે ઔરતને તલાક આપવી પડે એમ હોય તો એક તલાક જ આપવી જોઈએ, કેમકે એક તલાકથી પણ ઔરત નિકાહમાંથી નીકળી શકે છે. અને તલાક પછી બંનેને અફસોસ થાય અને ફરી રિશ્તો નિભાવવો હોય તો તેને આસાનીથી નિકાહમાં લાવી શકાય છે.
વધુ માહિતી માટે નિકાહ અને તલાકના મસાઈલના જાણકાર આલિમે દિનનો સંપર્ક કરવો.

જરૂરી મસાઈલ
✓ માત્ર સગાઈ થયેલ હોય તો બંને પક્ષમાંથી કોઈ પણ સગાઈ ખતમ કરી શકે છે પરંતુ નિકાહ થઈ જાય તો તલાક માત્ર શોહર જ આપી શકે છે શોહર છૂટાછેડા ન કરે તો ઓરત બીજા સાથે નિકાહ ન કરી શકે પરંતુ આ બાબતનો એક હલ એ છે કે નિકાહ સમયે ઔરતના ઘરના સભ્યો અથવા ઔરત આ શરત સાથે નિકાહ કબુલ કરે કે મને એક તલાકે બાઈન લેવાનું શોહર હક આપે. અને શોહર પણ રજામંદ હોય કે મને આ શરત મંજુર છે અને મેં ઔરતને એક તલાકે બાઈન લેવાનો હક આપ્યો તો હવે ઓરત એક તલાક લઈને છૂટાછેડા કરી શકે છે. આ શરત મૌખિક થઈ શકે છે પરંતુ લેખિત હોય તો મજબુત આધાર ગણાશે. ઇસ્લામ માં બે જ વસ્તુ છે કા ઔરતને સારા સુલુકથી રાખવામાં આવે અથવા તલાક આપી દેવામાં આવે. મામલાને લટકેલો રાખવો કે ઔરત ને ન સાથે રાખે ન તલાક આપે તો આ હરામ છે કોઈની જીંદગી બરબાદ થાય તે અલ્લાહ વ રસૂલ ને હરગીજ પસંદ નથી.

કુરઆને મજીદ મખારીજ થી પ્રેક્ટીકલ શીખવા માટે અમારી યું ટ્યુબ ચેનલ ને સબ્સક્રાઈબ કરો
Ilm ki khushboo

અલ્લાહ આપણને ને નેક કામ કરવા અને ગુનાહોથી બચવાની તૌફીક અતા કરે.

Content Copying Forbidden !!

error: Content is protected !!