કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાર્યદક્ષ અધિકારી વાંકાનેરના પીઆઇ સોલંકીસાહેબ

ટૂંકા ગાળામાં ખૂન કેસ ઉકેલ્યો

(આરીફ દિવાન દ્વારા) મોરબી: આજના આધુનિક યુગમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરનાર યુવા પેઢી માટે પ્રેરણા સ્વરૂપ એક પરિચય પોલીસ કોન્સ્ટેબલથી પી.આઈ. સુધીની રફતાર આજના યુવા વર્ગ માટે વિશેષ નોંધનીય બને, તેવા ઉદ્દેશ સાથે પી.આઈ. સોલંકીનો પરિચય યુવા પેઢી માટે પ્રેરણા રૂપ બને તેવા પ્રયાસો અંતર્ગત વાચકો સમક્ષ ટૂંકો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યો છે.

સંઘર્ષ કરેલું કાર્ય સફળતા સાથે મંઝિલને પ્રાપ્ત કરવામાં ઘણા બધા ચઢાવ ઉતાર જીવનમાં કરવા પડે છે. સફળતા પ્રાપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલમાંથી પીઆઇ સુધીની સફર સંઘર્ષ સાથે મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા સોનગઢ ગામના પિયુષભાઈ દેવજીભાઈ સોલંકી, જે વાંકાનેરમાં સીટી પીઆઈ તરીકેનો ચાર્જ તારીખ 2/5/2023ના રોજ સંભાળીને કાયદા તોડતા શખ્સો સામે કાયદાનું ભાન કરાવી કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર ખરા પ્રજાના રક્ષક તરીકે ઓળખ આપનાર પી. ડી. સોલંકીનો ટૂંકો પરિચય અન્ય પોલીસ અધિકારીઓ માટે નોંધ લેવા લાયક બન્યો છે.

1996 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જય ગણેશ રાજકોટ સીટી પોલીસ સ્ટેશનમાં કર્યા ત્યારબાદ ફરજના ભાગે વિવિધ વિસ્તારોમાં વિવિધ કામગીરી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે સારા નરસા અનુભવો મેળવ્યા છે અને ફરજ કાળ દરમ્યાન દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, રાજકોટ અને મોરબી શહેર જિલ્લામાં પ્રજા રક્ષક તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર પી. ડી. સોલંકી એટલે કે પી.આઈ. પિયુષભાઈ દેવજીભાઈ સોલંકીએ 2005માં પ્રથમ પ્રમોશન હેડ કોન્સ્ટેબલ તરીકેનું મેળવ્યા બાદ, માત્ર ચાર વર્ષમાં વધુ એક પ્રમોશન એટલે કે 2009માં ખાતાકીય પરીક્ષા આપી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઇ તરીકેનું પ્રમોશન મેળવ્યું હતું. પીએસઆઇ તરીકે અમદાવાદ સિટીમાં અને ટ્રાફિકમાં કાયદા તોડતા વાહન ચાલકો અને ગેરકાયદે કામગીરી કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી.

2017માં પીઆઈ તરીકે પ્રમોશન પ્રાપ્ત કરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા. ગુનેગારો સામે કાયદાનું શાસ્ત્ર ઉગામીને કાયદાનો પાઠ ભણાવવાની પોલીસ અધિકારી તરીકે ઓળખ ધરાવે છે, તે પ્રજાના રક્ષક એવા પી.ડી. સોલંકી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાદ મોરબી ટ્રાફિક સહિતની કામગીરી કર્યા બાદ, વાંકાનેરમાં સિટી પોલીસ મથકમાં પીઆઇ તરીકે તારીખ 2/5/2023 થી ચાર્જ સંભાળેલ છે.

એ સમય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં ધમલપર વિસ્તારમાં અજાણ્યા પુરુષની લાશનો પર્દાફાશ કરી 7 જેટલા ભાટિયા સોસાયટીના આરોપીઓને ઝડપી પાડયા છે. નોંધનીય છે કે વિશેષ કામગીરી વિવિધ શહેર જિલ્લા અમદાવાદ રાજકોટ દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં રહી છે, ફરજ દરમ્યાન 67 બાઈક ચોરીનો ભેદ ઉકેલેલ છે. વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. પી.ડી. સોલંકીએ વિવિધ શહેરોમા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી અને પોલીસ કર્મચારીઓ સાથે મિલન સ્વભાવથી સફળતા મેળવેલ છે.
પોલીસ કોન્સ્ટેબલથી પી.આઇ. સુધીની રફતાર 1996 થી શરૂ કરી 2023 સુધી વિશેષ નોંધનીય કામગીરી કરી કાર્યદક્ષ પોલીસ અધિકારી તરીકેની સાથે પ્રજા રક્ષક તરીકેની આગવી ઓળખ ઊભી કરી છે.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!