કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી
વાંકાનેર: રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકોના જીવ જોખમાય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રજાજનોને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે; ત્યારે વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં દિવાનપરા
વિસ્તારમાં રાહદારી વૃદ્ધ મહિલાને ઢોરે હડફેટે લેતા વૃદ્ધાને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઢોર પકડવાના મામલે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી, ત્યારે બે રખડતા ઢોર ત્યાં આવ્યા હતા. બે પૈકી એક ઢોરની નજર લાલ વસ્ત્રો ધારણ કરેલ વૃદ્ધ મહિલાના હાથ પર રહેલી થેલી પર પડી હતી. જ્યારે બીજુ ઢોર બેકાબુ થઈને વૃદ્ધાની પાછળ દોડયું હતું. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, તેની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવી, પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલો
ઢોર તેને પોતાના શીંગડા પર ઉઠાવી લીધી અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેને જોરથી રસ્તા પર પછડ્યા હતા. જેને પગલે વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ ગયેલ. જ્યારે વૃદ્ધાના હાથમાં રહેલી થેલીમાંથી સમાન વેરવિખેર થઈને રસ્તા પર ફેલાય ગયો હતો. અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચી અને આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના
સીસીટીવી કેદ થઇ છે અને તે સીસીટીવી સોસીયલ મીડિયામાં વાઈરલ થયા છે, પરંતુ તંત્ર દ્વારા આ વિડીયો જોઇને રખડતા ઢોર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પ્રજાજનોને રામ ભરોસે જ રોડ પરથી પસાર થવું પડશે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ