ધમલપરની ઘટના: મૃતક વધુ પડતી ઉંઘની દવા પીતો હોય, પત્નીએ ના પાડતા ઝઘડો થયેલો
વાંકાનેરના ધમલપર-2 ગામે રહેતા વિજય દાનજી માનસુરીયા (ઉ.વ.35)એ તા.27/2ના રોજ એસીડની પી લીધું હતું.
તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. અહીં સારવારમાં તેમણે દમ તોડી દીધો હતો.
બનાવની વિગત મુજબ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વિજયને ઉંઘની ગોળીઓ લેવાની આદત થઈ ગઈ હતી.
તેમની પત્નીએ વધુ પડતી ઉંઘની દવા દવા લેવાની ના પાડતા બંન્ને વચ્ચે ઝઘડો થયેલો જે પછી વિજયે પોતાના ઘરે રે જ એસીડ પી લીધુ હતું.
13 દિવસની લાંબી સારવાર બાદ ગઈકાલે વિજયે દમ તોડી દીધો હતો. વિજય મજુરી કામ કરતો તેને સંતાનમાં બે દીકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.