જીનપરામાં તસ્કરોએ એક જ વિસ્તારમાં ત્રાટકી સાત બંધ મકાનોના તાળાં તોડયા
વાંકાનેર: શહેરના ભરચકક વિસ્તાર મનાતા જીનપરામાં ભાટિયા શેરી અને બ્રાહ્મણ શેરીને પણ તસ્કરોએ નિશાન બનાવી એક રાતમાં એકી સાથે સાત મકાનોના તાળા તોડતા રહેવાસીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે નિવેદન લીધા છે…ગઈ તારીખ સાતના ભાટિયા શેરી અને બ્રાહ્મણ શેરીને તસ્કરોએ નિશાન બનાવી હતી. બાજુમાં લોહાણા વેપારી પ્રફુલભાઈ મણીલાલ રાજવીર તેમજ આગેવાન અશોકભાઈ રામજીભાઈ કોટકના મકાનને નિશાન બનાવી મોટી તસ્કરી કરી છે. આ વેપારી હાલ સિંગાપુર તેના
પુત્રને ત્યા ગયા છે. એ આવે ત્યારે જ નુકસાનની વિગત બહાર આવી શકે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં પ્રફુલગિરી ગોસ્વામી, શિવાભાઈ જોગરાજીયા, દીલીપસિંહ ઝાલા, મહેશ નાનજીભાઈ સારલાના ઘરના પણ તાળા તૂટ્યા છે. પોલીસે આ બાબતે અન્ય વેપારીઓ અને
રહેવાસીઓના નિવેદન નોંધ્યા છે. રાતના સમયે આઠથી દસના જૂથમાં આવેલી તસ્કર ટોળકીએ દિવસે રેકી કરીને રાતે બેથી સાડા ત્રણ વાગ્યા સુધીમાં બંધ ઘરના તાળા તોડયા હતા. તમામ ઘરના કબાટ તોડી નાખ્યા છે.
આ ઉપરાંત બારણા પણ તોડીને સામાન વેરવિખેર કરી નાંખ્યો છે. રાતના સમયે ગોપાલક વૃદ્ધા ગાયોને નિરણ નાખવા ઉઠતા આ તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા હતા. એ પછી ચંદ્રપુર તરફ ભાગી ગયા હતા.
ચોરીઓના બનાવો અટકાવવા શહેરમાં રાતના સમયે હોમગાર્ડ અને અન્ય એજન્સીઓને રોકી નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવાની તાતી જરૂરત છે…